► 55 થી વધુ લોકોને આડઅસર-સંક્રમિત: અમેરિકાએ Ezricare નામક આંખના ટીપાની આયાત પર તાત્કાલીક અસરથી પ્રતિબંધ મુકયો!
નવી દિલ્હી,તા.4
અગાઉ ભારતમાં બનેલા ઝેરી કફ સીરપથી 89 બાળકોના મોત બાદ હવે ભારતમાં બનેલા આઈડ્રોપ્સથી અમેરિકાનાં 12 રાજયોમાં 55 લોકો સંક્રમિત થતા અને એક વ્યકિતનું મોત થતા ખળભળાટ મચ્યો છે.આ બનાવના કારણે ભારતની ફાર્મા કંપનીએ અમેરિકી બજારમાંથી પોતાના આઈડ્રોપ્સ એઝરીકેર પાછા મગાવી લીધા છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત અનુસાર તાજેતરમાં અમેરિકાનાં સેન્ટર્સ ફોર ડીસીઝ ક્ધટ્રોલ એન્ડ પ્રિવેન્સન (સીડીસી)એ લોકોને આ આઈ ડ્રોપ્સની ખરીદી અને ઉપયોગ તાકીદે બંધ કરવાની અપીલ કરી હતી. સીડીસીનો દાવો છે કે આ આઈડ્રોપ્સથી એક ખાસ ઈન્ફેકશન ફેલાઈ રહ્યું છે તેનાથી અત્યાર સુધીમાં 55 લોકો પીડિત થયા છે.જયારે એક વ્યકિતનું મૃત્યુ થયુ છે.
ચેન્નાઈમાં બનેલા આઈ ડ્રોપ્સની તપાસ ચાલુ
આ આઈડ્રોપ્સનું નામ એઝરીકેર આર્ટીફીશ્યલ ટિઅર્સ છે તેને ચેન્નાઈની દવા કંપની ગ્લોબલ ફાર્મા હેલ્થકેર બનાવે છે. હાલ સીડીસી દવાની બંધ બોટલોની તપાસ કરી રહી છે. બીજીબાજુ કંપનીએ નિવેદન કર્યું છે કે આઈડ્રોપ્સ બધા લોટ એકસપાયર થતા પહેલા પાછા મગાવી લેવાય છે. આ આઈડ્રોપ્સનો આંખોને સુકાતી રોકવા ઉપયોગ થાય છે.
દવાથી આંધળાપણુ મોતનો ખતરો
અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એસોસીએશન (એફડીએ)એ એક જોટિફીકેશનમાં કહ્યું છે કે આ ચમાઈ ડ્રોપ્સથી કોઈ બેકટેરીયાથી કુષિત થવાની આશંકા છે. લોકોએ તેના ઉપયોગ પર રોક લગાવવી જોઈએ.
12 રાજયોમાં 55 સંક્રમિત એકનું મોત
આ આઈડ્રોપ્સના ઉપયોગથી અમેરિકાનાં 12 રાજયોમાં સ્યુડોમોનોસ એરૂગિનોસા નામના બેકિટરીયાનું ઈન્ફેકશન ફેલાઈ રહ્યું છે.આ બેકિટેરીયા માણસના લોહી, ફેફસા અને અન્ય અંગેનો સંક્રમિત કરે છે. આ બેકિટેરીયાથી અત્યાર સુધીમાં 55 લોકો સંક્રમિત થયા છે. જયારે એકનું મોત થયુ છે. જયારે 11 લોકોએ પોતાની આંખની રોશની ગુમાવી છે અંધ થયા છે. સ્યુડોમોનાસ એરૂગિનોસા બેકિટરીયામાં એન્ટી બાયોટીક રેઝિસ્ટાર થઈ ગયો છે. હવે તે સરળતાથી મરતો પણ નથી.
ઉલ્લેખનીય છે કે, અગાઉ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ગત મહિને બે ભારતીય કફ સીરપનાં ઉપયોગ પર એલર્ટ જાહેર કરાયું હતું. ખરેખર તો આ કફ સીરપથી ઉઝબેકિસ્તાનમાં 22 ડિસેમ્બરે 19 બાળકોનાં મોત થયા હતા. આ કફ સીરપ નોઈડાની મેરીયન બાયોટેકમાં બની હતી. આ કફ સીરપ એમ્બ્રોનોઈલ અને ડોક-1 મેકસ કફ સીરપની તપાસ કરવાનું ડબલ્યુએચઓને કહ્યું હતું.
આ ઉપરાંત ગાંબીયામાં 70 બાળકોનાં મોત માટે પણ ભારતમાં બનેલા 4 કફ સીરપને જવાબદાર ઠેરવવામાં આવ્યું હતું. જોકે આ મામલે ગાંબીયાની સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમના દેશમાં થયેલ મોત માટે ભારતીય કફ સીરપનો કોઈ સબંધ નથી.
ભારત સરકારે તપાસ શરૂ કરાવી: નિષ્ણાંત ટીમોને પ્લાન્ટમાં દોડાવી
ભારતમાં ઉત્પાદીત આંખના ટીપાથી અમેરિકામાં 55 લોકોને આડ અસર થયાના અને અમેરિકી ચેતવણી વચ્ચે ભારત સરકાર પણ એકશન મોડમાં આવી ગઈ છે. ભારતીય આરોગ્ય મંત્રાલય હેઠળના સેન્ટ્રલ ડ્રગ્ઝ સ્ટાંડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન તથા તામિલનાડુ ઔષધ વિભાગ દ્વારા ચેન્નઈ સ્થિત કંપની સામે તપાસ શરૂ કરી છે અને ઉત્પાદન પ્લાન્ટમાં તપાસ શરૂ કરી છે.