અંધશ્રદ્ધાએ બાળકીનો જીવ લીધો: ન્યુમોનિયાને મટાડવા ધગધગતા સળિયાના 51 ડામ અપાયા

04 February 2023 12:07 PM
India World
  • અંધશ્રદ્ધાએ બાળકીનો જીવ લીધો: ન્યુમોનિયાને મટાડવા ધગધગતા સળિયાના 51 ડામ અપાયા

► દેશમાં ડીઝીટલ યુગમાં પણ અંધશ્રદ્ધાનું જોર યથાવત

► મધ્યપ્રદેશના આદિવાસી બહુમતી ધરાવતા વિસ્તારની ઘટના

શહડોલ (મધ્યપ્રદેશ) તા.4
એક બાજુ દેશ ડિઝીટલ યુગમાં છે તો તેને સમાંતર અંધશ્રદ્ધા પણ એટલી જ ફુલી ફાલેલી છે. આજે પણ આ દેશમાં લોકો રોગના ઈલાજ માટે ડોકટર પાસે જવાને બદલે બાબાઓના શરણે જાય છે. આવા ઢોંગી બાબાનો કોઈ વિરોધ કરે તો વિરોધ કરનારને ધર્મ વિરોધી ચિતરવામાં આવે છે.

આવીજ અંધશ્રદ્ધાની ઘટના મધ્યપ્રદેશમાં બની હતી જેમાં આદિવાસી બહુમતી ધરાવતા શહેર શહડોલ જિલ્લામાં ન્યુમોનિયાથી પીડિત ત્રણ મહિનાની માસૂમ બાળકીની સારવાર માટે પરિવાર અંધ વિશ્ર્વાસના ચકકરમાં પડતા આ બાળકીને ધગધગતા સળીયાના 51 વાર ડામ અપાયા હતા, જેનાથી બાળકીની હાલત વધુ બગડી હતી અને અંતે તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ હતી જેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ત્રણ મહિનાની બાળકીને ન્યુમોનિયાના કારણે શ્વાસ ફલેવામાં તકલીફ પડતી હતી પણ તેની સારવાર ડોકટર પાસે કરાવવાને બદલે ભુવા કે ધુતારા પાસે પરિવાર ગયો હતો. જેણે બાળકીને 51 વાર ધગધગતા સળીયાના ડામ આપ્યા હતા. જેથી બાળકીની તબીયત વધુ કથળી હતી અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.


Related News

Advertisement
Advertisement
Advertisement