અમદાવાદ,તા.4
ભારતીય ઉદ્યોગપતિ ગૌસ્વામી અદાણી પર અબજ ડોલરની સંપતિ ધોવાઈ જતા રોકાણ કારોના નાણા ડુબી જતા આ બાબતે રાજય સભાના સાંસદ શકિતસિંહ ગોહિલે સરકાર પર આકરા પ્રહારો સાથે આ સૌથી મોટુ ફાઈનાન્સિયલ ફ્રોડ હોવાનું નિવેદન આપ્યું છે.
સાંસદ શકિતસિંહ ગોહિલે અદાણી મુદ્દે સરકાર સામે પ્રહારો કરતા જણાવ્યું છે કે મિત્ર માટે દેશીની જનતાના રૂપિયા ડુબાડી દીધા છે. લોકોએ રૂપિયો બચાવીને એલઆઈસીમાં ભરેલ છે આ મોટું ફાઈનાન્સિયલ ફ્રોડની ઘટના છે. દેશની જનતાને મુબરાહ કરવાનો ખેલ છે.