રાજકોટ, તા.4
રણજી ટ્રોફીના સેમિફાઈનલમાં પહોંચનારી ત્રણ ટીમોનું નામ કન્ફર્મ થઈ ગયું છે જ્યારે ચોથી ટીમ માટે આજે નિર્ણય થઈ જશે. સેમિફાઈનલમાં પહોંચનારી ટીમોમાં કર્ણાટક બાદ બંગાળ અને મધ્યપ્રદેશે પણ જગ્યા બનાવી લીધી છે જ્યારે ચોથી ટીમ માટે સૌરાષ્ટ્ર-પંજાબ વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે જેનો આજે અંતિમ દિવસ છે.
પંજાબ-સૌરાષ્ટ્ર વચ્ચેનો આ મુકાબલો રોમાંચક બની રહેવાની સંભાવના છે કેમ કે મેચની એક દિવસ બાકી છે જેમાં પંજાબને જીત માટે 200 રન તો સૌરાષ્ટ્રને આઠ વિકેટની જરૂર છે.
ટૂર્નામેન્ટના પ્રથમ સેમિફાઈનલમાં બંગાળનો સામનો મધ્યપ્રદેશ સામે થશે તો બીજા સેમિફાઈનલમાં કર્ણાટકની ટીમ પંજાબ અને સૌરાષ્ટ્ર વચ્ચે જીતનારી ટીમ સામે ટકરાશે. આવી જ રીતે અન્ય ક્વાર્ટર ફાઈનલની વાત કરવામાં આવે તો બંગાળને ઝારખંડને, કર્ણાટકે ઉત્તરાખંડને તો મધ્યપ્રદેશે આંધ્રપ્રદેશને હરાવીને બહારનો રસ્તો બતાવ્યો છે.