પાકિસ્તાનના સ્ટાર બોલર શાહીન શાહ આફ્રિદીએ કરાંચીમાં એક ભવ્ય સમારોહમાં પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીની પુત્રી અંશા સાથે નિકાહ પઢ્યા હતા. કેપ્ટન બાબર આઝમ સહિત અનેક પાકિસ્તાની ક્રિકેટર આ પ્રસંગને ઉજવવામાટે હાજર હતા. શાહિને પાછલા વર્ષે અંશા સાથે લગ્ન કર્યા હતા.
પોતાના લગ્નની પૂર્વ સંધ્યાએ શાહિનને ફિટનેસ હાંસલ કરવા માટે નેટસમાં પરસેવો પાડતો જોવાયો હતો. પાછલા વર્ષે ટી-20 વર્લ્ડકપ ફાઈનલ દરમિયાન તેને ઘૂંટણમાં ઈજા પહોંચી હતી. શાહિન પીએસએલ-8માં ગત ચેમ્પિયન લાહોર કલન્દર્સનું નેતૃત્વ કરશે.