મુંબઈ તા.4 : મહારાષ્ટ્રમાં ભાજપ સામે મોરચો રચીને સરકાર રચનાર એનસીપીના નેતા અને પુર્વ નાયબ મુખ્યમંત્રી અજીત પવારે એવો દાવો કર્યો છે કે શિવસેનામાં બળવો થશે તેવી ચેતવણી અગાઉ જ તે સમયના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને અમારા નેતા શરદ પવારે આપી દીધી હતી. રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતાએ દાવો કર્યો કે શરદ પવારની ચેતવણી છતા પણ ઉદ્ધવ ઠાકરેને એવું લાગતું હતું કે તેમના નેતૃત્વ સામે કોઈ અવાજ ઉઠાવશે નહી અને તેના કારણે તેઓ વધુ પડતા આત્મવિશ્વાસમાં રહી ગયા અને સતા પણ ગુમાવી હતી. એક મીડીયા સંસ્થાન સાથેની વાતચીતમાં અજીત પવારે કહ્યું કે શિવસેનામાં ભંગાણ અંગે શરદ પવાર સતત ચિંતીત હતા અને બે વખત તેણે ઉદ્ધવ ઠાકરેને જણાવ્યું હતું પરંતુ ઠાકરે સતત કહેતા રહ્યા કે મને મારા ધારાસભ્યમાં વિશ્વાસ છે અને બળવાનો કોઈ પ્રશ્ન નથી.