ચંબા (હિમાચલ પ્રદેશ),તા.4
હિમાચલ પ્રદેશના ચંબા-ખડામુખ હોલી રસ્તા પર ચૌલી નાળા પર બનેલો વેલી બ્રીજ અચાનક તુટી પડતા તેના પરથી પસાર થઇ રહે બે ટ્રક અને એક કાર નાળામાં ખાબકયા હતા. આ દુર્ઘટનામાં એક યુવકનું મૃત્યુ થયું હતું. જયારે એક વ્યકિતને ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતા તંત્ર દ્વારા રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ બ્રીજ તુટી જવાથી નવ પંચાયતોમાં 25 હજારની વસતી સાથેનો સંપર્ક તુટી ગયો છે. ચંબા સાથેનો પણ સંપર્ક તુટી ગયો છે. બ્રીજ તુટી પડવાને કારણે નાના વાહનો પાછળ જતા હતા તે હવામાં લટકી પડયા હતા. સુચના મળતા હાઇડ્રો મશીનથી ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
સુત્રોના જણાવ્યા મુજબ વેલી બ્રીજ 9 ટનનું વજન વહન કરવા માટે પાસ કરવામાં આવ્યો હતો. આ પુલ પરથી નિર્ધારિત વજન કરતા વધુ વજન વાળા વાહનો પસાર થતા હતા.