મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ તેમજ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોની હાજરીમાં આજે અનેક વિકાસકામોનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું જેમાં શહેરની ફરતે આકાર પામી રહેલા રિંગરોડ-2, ગોંડલ હાઈ-વેથી અમદાવાદ હાઈ-વે સુધીના રસ્તા તેમજ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
એકંદરે હવે ગોંડલ હાઈ-વે પરથી ભાવનગર તેમજ અમદાવાદ જવા માટે ચાલકોએ ટ્રાફિકજામમાં ફસાવવું પડશે નહીં. રિંગરોડ-2ના ફેઝ-3માં ગોંડલ હાઈ-વેથી ભાવનગર હાઈ-વે સુધીના 10.60 કિ.મી. રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત રિંગરોડ-2નું ફેઝ-4માં ભાવનગર હાઈ-વેથી અમદાવાદ હાઈ-વે સુધીના 10.30 કિ.મી. રસ્તાની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે. એકંદરે આ રસ્તાથી ગોંડલ રોડ (નેશનલ હાઈ-વે)થી અમદાવાદ નેશનલ હાઈ-વેને જોડતો એક બાયપાસ રસ્તો મળી રહેશે અને ગોંડલ ચોકડી પર તેમજ શહેરમાં સર્જાતી ટ્રાફિકની સમસ્યામાં મોટાપાયે ઘટાડો થશે.