નવી દિલ્હી: હાલમાં જ જમ્મુ-કાશ્મીરમાં ભારત જોડો યાત્રાનું સમાપન કરનાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખી કાશ્મીરી પંડિતોને ખીણ વિસ્તારમાં કામ કરવા કે વસવાટ માટે મજબૂર નહી કરવા અપીલ કરી છે.કાશ્મીર ખીણમાં કામ કરતા પંડિતો પર થતા ત્રાસવાદી હુમલા અને જે રીતે આ પંડિત પરિવારો સતત ભય હેઠળ જીવે છે તેનો ઉલ્લેખ કરીને રાહુલ ગાંધીએ આ મુદો ઉઠાવ્યો છે.