ટ્રાફિક દંડ એ દરેક માટે શિરદર્દ છે. આ દંડનો ભોગ બનનાર અને તે ઉઘરાવનાર બન્ને દંડના ચકકરમાં ફર્યા કરે છે અને તેમાં હવે ઈ-મેમોની તો પેન્ડીંગ દંડ રકમ કરોડોમાં વધી છે પણ બેંગ્લોરમાં રૂા.500 કરોડનો દંડ અને તેના પર પેનલ્ટી એમ કુલ રૂા.530 કરોડની રકમ ઉઘરાવાતી હતી અને પછી એક સ્કીમ કાઢી દંડમાં 50% રાહત અને લગભગ બે લાખ લોકોને તેનો ‘લાભ’ ઉઠાવી રૂા.5.6 કરોડ ભરી દીધા. હવે તા.11 સુધી ડિસ્કાઉન્ટ અપાશે.