સોનામાં સતત બીજા દિવસે કડાકો; વધુ 700 તૂટયા: ચાંદીમાં 2500નું ગાબડું

04 February 2023 04:19 PM
Business India
  • સોનામાં સતત બીજા દિવસે કડાકો; વધુ 700 તૂટયા: ચાંદીમાં 2500નું ગાબડું

રાજકોટ તા.4 : સોના-ચાંદીમાં રેકોર્ડબ્રેક તેજી બાદ હવે કડાકા ભડાકા હોય તેમ આજે સતત બીજા દિવસે ગાબડા પડયા હતા. સોનામાં વધુ રૂા.700 તૂટયા હતા જયારે ચાંદીમાં 2500 ગગડયા હતા. વર્લ્ડ માર્કેટમાં કડાકાને પગલે સોના-ચાંદીમાં ઘટાડો નોંધાયો હતો. ઝવેરીઓના કહેવા પ્રમાણે વિશ્ર્વબજારમાં માત્ર બે જ દિવસમાં સોનામાં પ્રતિ ઔંશ 90થી95 ડોલર નીકળી ગયા હતા.

રાજકોટમાં હાજર સોનુ પ્રતિ દસ ગ્રામ 700 ઘટીને 58900 હતું. ગઈકાલે પણ 900 રૂપિયાનું ગાબડુ પડયુ હતું. આમ બે દિવસમાં 1600 રૂપિયાનો ઘટાડો છે. ચાંદીમાં પણ સમાન સ્થિતિ હતી. ભાવ 70000ની નીચે ઉતરીને 69400 હતો તેમાં પ્રતિકિલો 2350નુ ગાબડયુ પડયુ હતું. બે દિવસમાં જ અંદાજીત ચાર હજાર રૂપિયા નીકળી ગયા હતા. સોના-ચાંદીમાં આ મોટી ઉથલપાથલથી બજારમાં પણ વેપારીઓ સ્તબ્ધ બન્યા છે. સામાન્ય રીતે 400-500 રૂપિયાની મુવમેન્ટ આવતી હોય છે જે હવે 800-1000ની થઈ જતા વેપારને અસર થઈ શકે છે.

ભાવની આ વધઘટથી ગ્રાહકો પણ ખરીદીમાં સાવધાની રાખી શકે છે. માર્કેટ સ્થિર હોય ત્યારે ગ્રાહકો ખરીદીમાં કોઈ ખચકાટ રાખતા નથી પરંતુ મોટી મુવમેન્ટ વખતે જવેલર્સોના વેપારને પણ અસર થતી હોય છે.કોમોડીટી એકસચેંજમાં પણ ગઈરાત્રે સોના-ચાંદી તૂટયા હતા. સોનુ 1135ના કડાકાથી 56560 હતું જયારે ચાંદી 2580ના કડાકાથી 67625 હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement