નવીદિલ્હી તા.4 : વાહનની ઠોકર મારી પીડીતને ઘસડવાની વિકૃતિની જાણે ફેશન થઈ ગઈ હોય તેમ વધુ એક આવો બનાવ ગાઝીયાબાદમાં બન્યો છે જેમાં ચેકીંગ દરમ્યાન પોલીસ કર્મીએ એક કારને રોકતા કારચાલકે પોલીસ કર્મીને ટકકર મારી હતી અને તેને રોકવા બોનેટ પર ચડેલા પોલીસ કર્મીને બે કિલોમીટર સુધી ઘસડાયો હતો. દરમ્યાન કાર એક બાઈક સાથે ટકરાતા પોલીસ કર્મી નીચે પડી ગયો હતો અને તેને અન્ય પોલીસ કર્મીએ બચાવી લીધો હતો અને કારસવાર બે યુવકોને ઝડપી લીધા હતા. આ બનાવમાં એક આરોપી ફરાર થઈ ગયો છે. પોલીસ કર્મી અંકિતકુમાર યાદવની ફરીયાદ પર ત્રણેય આરોપીઓ સામે હત્યાની કોશિષ સહિત અનેક ધારાઓ હેઠળ ગુનો દાખલ થયો છે.