ચેન્નઈ: હિન્દી ફિલ્મ સહિતના સંગીત ક્ષેત્રે જાણીતી ગાયીકા વાણી જયરામનું 77 વર્ષે નિધન થયું છે. તેઓ ચેન્નઈ ખાતેના તેમના નિવાસે મૃત હાલતમાં મળી આવ્યા હતા. નેશનલ એવોર્ડ વિજેતા વાણી જયરામને હાલમાં જ પદ્મભૂષણ સન્માન અપાયું હતું. આજે તેમનું મૃત્યુ કઈ રીતે થયું તે અંગે કોઈ સતાવાર માહિતી નથી. વાણી જયરામે 10000થી વધુ ગીતો ગાયા છે અને હાલમાં જ સંગીત ક્ષેત્રે 50 વર્ષ પુરા કર્યા હતા. તેણે હિન્દી ફિલ્મના સંગીતકાર આર.ડી.બર્મન કે.વી.મહાદેવન, ઓપી નૈયર અને મદન મોહન સહિતના ખ્યાતનામ ચહેરાઓ સાથે અનેક ગીતો ગાયા છે. તેમને આધુનિક ભારતની ‘મીરાબાઈ’ તરીકે પણ ઓળખાતા હતા.