રાજકોટ,તા.4
આજીડેમ પોલીસની ટીમે બાતમીના આધારે સરધાર પાસેથી ભાવનગરથી રાજકોટ તરફ આવતા રોડ પરથી દારૂ ભરેલું આઈસર ઝડપી પાડેલું જેમાં રૂ।3.54 લાખની કિંમતની દારૂની 6700 બોટલ મળી આવેલી આ ગુનામાં દારૂ સાથે રાજકોટના નામચીન શખ્સ મુકેશ અરજણ ગુજરાતી કે જે અગાઉ પણ દારૂના ગુનામાં સંડોવાયેલો હતો. તેની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા જેલ હવાલે કરાયો હતો. આરોપીએ જામીન પર છુટવા હાઈકોર્ટમાં જામીન અરજી ગુજારતા આરોપીના વકીલે કરેલી લેખિત-મૌખિક દલીલો અને વિવિધ કોર્ટમા ચુકાદા ધ્યાનેલઈ હાઈકોર્ટ મુકેશ ગુજરાતીને જામીન પર મુકત કરવા હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી તરફે રાજકોટના યુવા એડવોકેટ વિજય ડી.બાવળીયા અને રમઝાન આઈ.સાગરીયા તેમજ હાઈકોર્ટમાં એડવોકેટ નિરવ પંડયા રોકાયેલા હતાં.