નવીદિલ્હી: આજે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિન છે. આજે તબીબી વિજ્ઞાન આગળ હોવા છતાં કેન્સરનો પ્રસાર વધતો જાય છે. તેમાં ખાન-પાનની આદત્તોએ આ રોગને વકરાવ્યો છે. જો આપને ઘરમાં બનેલા ખોરાક સિવાય બહારના ચટપટ્ટા અને મસાલેદાર ખાવાનો શોખ હોય તો તેનાથી કેન્સર થવાનો ખતરો છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આ બધી વસ્તુઓ ખાવાથી મોતનું જોખમ વધી જાય છે. જો આપ પિઝા, બર્ગર, કોલ્ડ ડ્રીંકસ અને પેકેજ ફૂડ સહિતના આવા 15 જાતના ખોરાક ખાવાથી 34 પ્રકારના કેન્સર થવાનું જોખમ છે. આ બાબતનો બ્રિટનમાં 1,97,000થી વધુ લોકોના અધ્યયનમાંથી ખુલાસો થયો છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે અલ્ટ્રા પ્રોસેસ્ડ ખાદ્ય ફૂડ કે જંક ફુડ ખાવાથી કેન્સરના વિકાસ અને મૃત્યુનો ખતરો વધી શકે છે. સંશોધકોના જણાવ્યા અનુસાર પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી કોઈપણ કેન્સરનું જોખમ 2 ટકા અને ઓવેરિયન કેન્સરનું જોખમ 19 ટકા સુધી વધી જાય છે. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડના લિસ્ટમાં ફાસ્ટ ફૂડ જેમ કે ફ્રેન્ચ ફ્રાઈઝ, સોડા, કુકીઝ, કેક, કેન્ડી, ડોનટ્સ, આઈસ્ક્રીમ, સોસ, હોટ ડોગ, પેક સૂપ, રોઝન પિત્ઝા, રેડી ટુ ઈટ મીલ, ઓઈલી ફૂડથી કેન્સરનો ખતરો છે.