કિટીપરામાં ગાળો બોલવા મામલે બે પરિવાર વચ્ચે સશસ્ત્ર ધીંગાણું: ત્રણ યુવકોને ઇજા

04 February 2023 05:11 PM
Rajkot Crime
  • કિટીપરામાં ગાળો બોલવા મામલે બે પરિવાર વચ્ચે સશસ્ત્ર ધીંગાણું: ત્રણ યુવકોને ઇજા

મંદિર પાસે ગાળો બોલતા મામલો બીચકયો: આકાશે ગાળો બોલતાં અજય, મનિષ સહિતના શખ્સોને ટપારતાં છરી અને લાકડીથી તૂટી પડ્યા: સામાપક્ષે આકાશ અને તેના ભાઈઓએ અજય અને મનીષ પર કુહાડી અને ધોકાથી હુમલો કરી મારી નાખવાની ધમકી આપી: ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા: પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

રાજકોટ. તા.04
કિટીપરામાં આવેલ માતાજીના મંદિર પાસે ગાળો બોલવા મામલે દેવીપુજક પરિવારના બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું થતાં ત્રણ યુવકોને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે સામસામી ફરિયાદ નોંધાતા પ્ર.નગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગે ફરિયાદી આકાશભાઇ કિશોરભાઇ સાડામીયા (ઉ.વ.20) (ધંધો - કેશીયો પાર્ટી) (રહે . કીટીપરા, 40 નંબરની રકુલ પાસે આવાસના બ્લોક નં ડી 101) એ જણાવ્યું હતું કે, તે ગતરોજ બપોરના ત્રણેક વાગ્યાની આસપાસ કીટીપરા આવેલ મંદીર પાસે હતો ત્યારે મનિષ ભોણીયા, અજય ભોણીયા, પ્રતાપ તથા લાલો નામનો શખ્સ ગાળો બોલતા હતા જેથી તેને ગાળો બોલવાનીના પાડતા ઝઘડો કરી અજય ભોણીયા પાઇપથી માથામાં ઘા ઝીંક્યો હતો અને મનિષે તેની પાસે રહેલ છરીથી હુમલો કર્યો હતો. તેમજ પ્રતાપ અને લાલાએ ઢીકાપાટુનો મારમાર્યો હતો. બનાવની જાણ થતાં ઇજાગ્રસ્તના ભાઈ સુરેશ અને ચંદ્રેશ ઘટનાસ્થળે ઘસી ગયાં હતાં અને સામસામી મારામારી થતાં અજય ભોણીયા તથા મનીષને પણ ઇજા પહોંચી હતી.


સામાપક્ષે ફરિયાદી અજયભાઇ બટુકભાઇ ભોણીયા (ઉ.વ -28) (રહે- કીટીપરા આવાસ યોજ ના ક્વાટર વીંગ બી ક્વાટર નં 203 ગાયક્વાડી) એ જણાવ્યું હતું કે, ગતરોજ નવલમાતાના મંદીરે માતાજીનો માંડવો હતો જ્યાં તે તેના કાકાનો પુત્ર મનીષ ભોણીયા સાથે ગયેલ હતો. માંડવામા ભીડના કારણે મનિષથી આકાશ સાડમીયાને ધક્કો વાગી જવાથી આકાશ ઉશ્કેરાઇ ગયો હતો અને મનિષને ગાળો આપવા લાગેલ જેને ગાળો આપવાની ના પાડતા તમે અહીં જ રહો હું હમણાં આવું છું કહી જતો રહેલ હતો. થોડીવાર બાદ, આકાશ તેનો ભાઈ સુરેશ અને ચંદ્રેશ કુહાડો, ધોકો અને પાઈપ લઈ ઘસી આવી ફરિયાદી તથા તેના પિતરાઈ ભાઈ મનીષને ગાળો આપી કુહાડા અને પાઈપના આડેધડ ઘા ઝીંક્યા હતાં. બનાવની જાણ થતાં ફરિયાદીનો ભાઈ પ્રતાપ અને તેનો પિતરાઈ લાલો આવી જતાં હુમલો કરનાર શખ્સો આજે તો બચી ગયા છો હવે ક્યાય ભેગા થશોતો જાનથી મારી નાખીશ કહી નાસી છૂટ્યા હતાં. સામસામી મારમારીમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકોને સારવારમાં 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે સામસામી ફરિયાદના આધારે પ્ર.નગર પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement