રાજકોટ,તા.4
માંડાડુંગરમાં દાદી સાથે ઝઘડો કરતા કાકાને ટપારતા શીતલબેના તેના કાકાએ ઢીકાપાટુનો મારમારતા સારવારમાં ખસેડાયા હતા. પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટના લાખાપર ગામે રહેતી શીતલબેન સંદીપભાઇ ધરજીયા (ઉ.30) ગત રોજ માંડાડુંગર રહેતા તેના પિતાને ઘરે બહેનના લગ્ન હોવાથી પતિ સાથે ગઇ હતી ત્યારે ત્યાં તેની દાદી સાથે તેના કાકા ખોડાભાઇ ઝઘડો કરી દાદીને મારમારતા હતા જેમાં દાદીને બચાવવા વચ્ચે પડેલ શીતલબેનને ખોડુભાઇએ ઢીકાપાટુનો મારમારી વાળ પકડી ખેંચી હતી. બનાવમાં ઇજાગ્રસ્ત થયેલ શીતલબેનને સારવારમાં સીવીલ હોસ્પીટલે ખસેડાઇ હતી. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.