નર્સ પત્નીએ પતિ સામે કરેલા કેસમાં વળતર ચુકવવા તેમજ મકાનમાં રહેવા દેવા હુકમ

04 February 2023 05:16 PM
Rajkot Crime
  • નર્સ પત્નીએ પતિ સામે કરેલા કેસમાં વળતર ચુકવવા તેમજ મકાનમાં રહેવા દેવા હુકમ

ટ્રાયલ કોર્ટે ભરણપોષણ સિવાયની દાદો નામંજૂર કરતા ઉપલી કોર્ટમાં અપીલ કરાઇ હતી

રાજકોટ, તા. 4
રાજકોટમાં રહેતી નર્સ પત્નીએ તેના પતિ સામે કરેલા કેસમાં વળતર અને મકાનમાં રહેવા દેવાનો હુકમ કોર્ટે કર્યો છે. કેસની વિગત મુજબ રેખાબેન વરમોરાએ તેમના પતિ ઘનશ્યામ મોહન વરમોરા સામે ઘરેલું હિંસાનો કેસ કરેલો જેમાં લગ્ન પછી સંતાન ન થતા બાળક અભિષેકને દત્તક લીધેલો. પત્ની સરકારી નર્સ તરીકે નોકરી કરતા લગ્નજીવન દરમ્યાન પતિના દુ:ખ ત્રાસથી તેણે પીઆરએસ લઇ લીધુ હતું. જે પછી પીયરે રહેવા આવવાની નોબત આવેલી જે પછી કેસ કરાયો હતો. જેમાં ભરણપોષણની અરજીમાં માતા-પિતા બંનેને મળી રૂા. 6000 માસિક રકમ કોર્ટે મંજૂર કરી બીજી દાદો નામંજુર કરતા પત્નીએ ઉપલી કોર્ટમાં અપીલ કરી હતી. જેમાં પત્ની તરફેના વકીલે કરેલી દલીલો માન્ય રાખી. 5તિના જુનાગઢ ખાતેના મકાનમાં પત્નીને રહેવા દેવા અથવા માલિક પ હજાર ભાડુ ચુકવવા તેમજ દુ:ખ ત્રાસના વળતર પેટે રૂા. 30 હજાર પતિ ચુકવે તેવો હુકમ એડી. સેશન્સ જજે કર્યો છે. આ ઉપરાંત ભરણપોષણનો ટ્રાયલ કોર્ટનો હુકમ કાયમ રાખવા આદેશ કર્યો છે. આ કેસમાં અરજદાર પત્ની તરફે પી એન્ડ લો ચેમ્બરના એડવોકેટ અલ્પેશ વી. પોકીયા, અમિત ગડારા, વંદના એચ. રાજયગુરૂ, પરેશ મૃગ, ભાર્ગવ જે. પંડયા, કેતન જે. સાવલીયા, રીતેષ ટોપીયા રોકાયેલા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement