રાજકોટ,તા.4
જિલ્લાના સરપદડ ગામે રહેતા પરીણિતા કુંજલબેને ગળાફાંસો લગાવી આપઘાત કર્યો હતો. તેણીના માતા પ્રભાબેન બટુકભાઇ થારૂકીયા (રહે. આમરણ)એ તેની દીકરીના સસરા હંસરાજ વીરજીભાઇ ડાભી, દીયર સંજય ઉર્ફે હાર્દીક અને સાસુ તારાબેન (રહે. ત્રણેય સરપદડ) સામે દીકરીને દુ:ખ ત્રાસ આપી મરવા મજબુર કર્યાની ફરીયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીઓને ઝડપી જેલહવાલે કરી ચાર્જશીટ ફાઇલ કર્યુ હતું. જે પછી ત્રણેય આરોપીઓએ જામીન માટે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. આરોપીના વકીલે દલીલ કરી હતી કે, ગુનાના સમયે આરોપીઓની હાજરી નહોતી, તપાસ પુર્ણ થઇ ગઇ છે. આરોપીઓ નાસીભાગી જાય તેમ નથી. જે ધ્યાને લઇ કોર્ટે ત્રણેય આરોપીને જામીન મુકત કરવા હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘવી, મંથન વીરડીયા, કિશન માંડલીયા, ભાવીક ફેફર, મીહીર દાવડા તથા મદદમાં યુવરાજ વેકરીયા, જય પીઠવા, નીરવ દોંગા, કેતન પરમાર, પ્રીન્સ રામાણી, ભરત વેકરીયા રોકાયેલ હતા.