રાજકોટ તા.4
શાપર-વેરાવળમાં શીતળા માતાજીના મંદિર પાસે રહેતા ગૌતમભાઈ મુળજીભાઈ મારૂ (ઉં.32) ગત રોજ પોતાના ઘર પાસેથી પસાર થતા હતા ત્યારે પડોશમાં રહેતા સુરેશ અને અજાણ્યો શખ્સ ગાળો બોલતા હોય જેથી તેને ગાળો બોલવાની ના પાડતા યુવક પર બંને શખ્સો પાઈપથી તૂટી પડયા હતા. જેમા ગૌતમને ઈજા પહોંચતા સારવારમાં રાજકોટ સીવીલ હોસ્પીટલે ખસેડાયા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી. વધુમાં ઈજાગ્રસ્ત ડ્રાઈવીંગનું કામ કરે છે. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.