87 વર્ષના ધર્મેન્દ્રએ મુમતાઝ સાથે રોમાન્સ કર્યો ! : ‘મૈં તેરે ઇશ્ક મેં’ ગીત ગાયું

04 February 2023 05:28 PM
Entertainment India
  • 87 વર્ષના ધર્મેન્દ્રએ મુમતાઝ સાથે રોમાન્સ કર્યો ! : ‘મૈં તેરે ઇશ્ક મેં’ ગીત ગાયું

♦ ઇન્ડિયન આઇડલમાં ‘લોફર’નું ગીત રિક્રિએટ કર્યું

♦ ધર્મેન્દ્ર-મુમતાઝની અદા જોઇ ફેન્સ આફરીન

મુંબઇ
બોલીવુડના હિ-મેન અને રોમેન્ટિક હીરો ધર્મેન્દ્ર આજે 87 વર્ષની વયે પણ ફિલ્મોમાં નાની-મોટી ભૂમિકામાં નજરે પડે છે. રિયાલીટી શો માં પણ રંગ જમાવી દે છે. હાલમાં જ ધર્મેન્દ્રનો એક વીડીયો વાયરલ થયો છે. જેમાં તે વીતેલા જમાનાની લોકપ્રિય એકટ્રેસ મુમતાઝ સાથે રોમાન્સ કરતા નજરે પડે છે.

મતલબ ટેલેન્ટ શો ‘ઇન્ડિયન આઇડલ-13’માં ધર્મેન્દ્ર અને મુમતાઝે તેમની સુપરહિટ ફિલ્મ ‘લોફર’નું ગીત ‘મૈં તેરે ઇશ્ક મેં’ રિક્રિએટ કરી માત્ર જજીસને જ નહીં, બલકે ફેન્સને ખુશખુશાલ કરી દીધા હતા.

રિયાલીટી શો ના આગામી એપિસોડનો આ પ્રોમો સોશ્યિલ મીડીયામાં ધુમ મચાવી રહયો છે. વીતેલા જમાનાની આ જોડી શોમાં પોતાની જુની યાદો તાજી કરશે.


Related News

Advertisement
Advertisement
Advertisement