ડબલ જંત્રીદર ઈફેકટ: નવા પ્રોજેકટ 20% મોંઘા થશે: રીડેવલપમેન્ટના પ્રોજેક ટ હાલ ‘હોલ્ડ’ થશે

06 February 2023 11:36 AM
Ahmedabad Gujarat Rajkot
  • ડબલ જંત્રીદર ઈફેકટ: નવા પ્રોજેકટ 20% મોંઘા થશે: રીડેવલપમેન્ટના પ્રોજેક ટ હાલ ‘હોલ્ડ’ થશે

વધારાની એફએસઆઈ ખરીદવા માટે બિલ્ડર્સે 100% વધુ રકમ ચુકવવી પડશે નોન એગ્રીકલ્ચર પ્રિમીયમ અંગે પણ અનિશ્ર્ચિતતા

રાજકોટ તા.6
ગુજરાત સરકારે શનિવારે જંત્રીદરમાં 100 ટકાનો કરેલો વધારો એ રીયલ એસ્ટેટ ક્ષેત્રને એકથી વધુ આંચકા આપશે તે નિશ્ચિક છે. એક તરફ સીમેન્ટ-સ્ટીલ તથા મકાન બાંધકામ મટીરીયલ્સનાં ભાવમાં થતા વધારા જમીન મોંઘી બનતા તેનો ભાવ વધારો રીયલ એસ્યેટ ક્ષેત્રને મલ્ટીપલ આંચકા આપી રહ્યા છે. તે સમયે હવે જુની મિલકતોનાં ખરીફ વેચાણમાં ફકત સ્ટેમ્પ ડયુટીનો ફર્કજ અસર કરશે.

વાસ્તવિક ભાવ તો આ મિલકતોમાં હાલ પ્રવર્તી રહ્યો છે અને તેનાંથી રી-સેલમાં સ્ટેમ્પ ડયુટી ખર્ચ વધશે તેની સાથે સોદામાં હવે કાળા નાણાનું પ્રમાણ ઘટશે તે એક આવકારદાયક છે પણ સૌથી મોટી અસર પ્રોજેકટને થશે જે 20 થી 25 ટકા મોંઘા બનશે.

ખાસ કરીને રાજયમાં જુના મકાનોનાં સ્થાને રીડેવલપમેન્ટનો ખ્યાલ હજુ શરૂ થયો છે તે સમયે પેઈડ એફ.એસ.આઈ અને ઝોન-એગ્રીકલ્ચર પ્રિમીયમનાં પ્રશ્નો ઉભા થશે.અમદાવાદ સહીતનાં મહાનગરોમાં રીડેવલપમેન્ટ માટે અનેક જુની સોસાયટીઓમાં પ્રક્રિયા શરૂ થઈ રહી હતી. તેને પણ હવે નવેસરથી કરવી પડશે જેથી હાલ સોદા હોલ્ડ પર આવી જશે. કારણ કે વધારાની એફએસઆઈ દર અંગે હજુ સ્પષ્ટતા કરવાની રહે છે,

ખાસ કરીને હવે નવા પ્રોજેકટમાં કોમર્શીયલ પ્રોજેકટને સૌથી મોટો આંચકો લાગશે. ખાસ કરીને રીડેવલપમેન્ટમાં બીલ્ડરને એગ્રીમેન્ટ ખર્ચ ડબલ થશે. જે જંત્રીદરનાં 4 ટકા છે. ખાસ કરીને જે એફએસઆઈ મેળવવાની છે.(ખરીદવાની) તેનો ખર્ચ ડબલ થઈ જશે. રીડેવલપમેન્ટ સાથે જોડાયેલા એક બીલ્ડરનાં જણાવ્યા મુજબ અમદાવાદનાં નવરંગપુરામાં તેમના એક પ્રોજેકટમાં 2.2 વધારાની એફએસઆઈ ખરીદવા તેઓએ રૂા.4.40 કરોડની રકમ ચુકવવાની હતી જે હવે રૂા.11 કરોડ થઈ જશે જેના કારણે હાલ તમામ આ રીડેવલપમેન્ટ પ્રોજેકટ હાલ અટકી જશે અને જો ડીલ આગળ વધે તો પ્રોજેકટ પુરો કરવા માટે પ્રતિ સ્કવેર-મીટર ખર્ચ રૂા.800 થી 1500 વધી જશે.

રહેણાંક ક્ષેત્રમાં જંત્રીથી ઉંચા ભાવે રજીસ્ટ્રેશન થતા હતા પણ તે 100 ટકા વધુ ન હતા અને વધુ 100 ટકા કરવા ફરજીયાત બની જશે જે ઉપરાંત કોમર્શીયલ પ્રોજેકટમાં તો રજીસ્ટ્રેશન વેલ્યુ નીચે જ રહેતી હતી તે હવે વધારવી પડશે તો પોપર્ટી વધુ મોંઘી બનશે.


Related News

Advertisement
Advertisement
Advertisement