નવી દિલ્હી તા.6 : દેશના કોર્પોરેટ જગતથી લઈ શેરબજારને હચમચાવી દેનાર અદાણી ગ્રુપ હીડનબર્ગ કાંડમાં હવે કોંગ્રેસ સહીતનાં વિપક્ષોએ સરકારને વધુ ભીંસમાં લેવાની તૈયારી કરી છે ગત સપ્તાહએ જ બજેટ બાદનાં બે દિવસ અદાણી મુદ્દે સંસદના બન્ને ગૃહોનાં કામકાજ ખોરવાયા હતા
► એલઆઈસી તથા સ્ટેટબેકની ઓફિસો સામે દેખાવ: સંસદમાં વિપક્ષો સાથે સરકારને ભીંસમાં મુકશે: વડાપ્રધાન મૌન કેમ: પ્રશ્નનો મારો
તો આજે હવે કોંગ્રેસ પક્ષે ‘હમ અદાણી કે હૈ કોન’ સ્લોગન સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને નિશાન બનાવીને એક તરફ સંસદનાં બન્ને ગૃહોમાં આ મુદ્દો ઉઠાવવાની જાહેરાત કરી છે તો અદાણી ગ્રુપને ધિરાણ આપવામાં મોખરે બે સરકારી સંસ્થા ભારતીય જીવન વિમા નિગમ (એલઆઈસી) તથા સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાની ઓફીસો સામે દેખાવો કરવાની પણ જાહેરાત કરી છે. આજે સંસદની બેઠક પૂર્વે જ વિપક્ષી નેતાઓની એક બેઠક મળી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ અદાણી-પ્રકરણમાં જવાબ આપે
► સભા મોકુફીની દરખાસ્ત રજુ કરશે વિપક્ષ: જબરી ધમાલની તૈયારી
તેવી માંગણી બન્ને ગૃહોમાં ઉઠાવવા નિર્ણય લેવાયો હતો તથા વડાપ્રધાનનાં મૌન પર પણ પ્રશ્ન ઉઠાવ્યા હતા કોંગ્રેસનાં મિડિયા સેલનાં વડા શ્રી જયરામ રમેશે જાહેર કર્યું હતું કે હવે અમો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અદાણી ગ્રુપ અંગે રોજના ત્રણ પ્રશ્નો પુછીશુ. કોંગ્રેસે આરોપ મુકયો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં મિત્ર ગૌતમ અદાણીએ વિશ્વનુ સૌથી મોટુ કૌભાંડ કર્યું છે અને છતા હજુ કોઈ પગલા લેવાયા નથી. સદ ભવનમાં કોંગ્રેસના સાંસદો મહાત્મા ગાંધીની પ્રતિમા આગળ ધરણા કરશે.
Delhi | Opposition MPs gather in protest at the Gandhi statue on Parliament premises, demanding a Joint Parliamentary Committee (JPC) or Supreme Court-monitored probe into Adani Group issue. pic.twitter.com/WkY4gfZwer
— ANI (@ANI) February 6, 2023