અમદાવાદ તા.6
પ્રદુષણ તથા માર્ગો પરની ગીતચા ઘટાડવા માયે જુના ભારે વાહનો માટે દાખલ કરાયેલી સ્ક્રેપ પોલીસી હેઠળ આગામી 1લી એપ્રિલથી ગુજરાતનાં 15 વર્ષ જુના 27 લાખ વાહનો માટે ફીટનેસ ટેકસ ફરજીયાત થશે અને બે વખત ફીટનેસ ટેસ્ટમાં નિષ્ફળ જવાનાં સંજોગોમાં ભંગારમાં નાખવા પડશે. ગુજરાતમાં રાજય સરકારની માલીકીનાં 5000 જુના વાહનો સીધા ભંગારમાં જશે. સરકારી વાહનોને ફીટનેસ ટેસ્ટ કરાવવાને બદલે સીધો ભંગારમાં જ નાખવાની જોગવાઈ છે.
જુન 2024 ની તમામ વ્યાપારી વાહનો માટે ફીટનેસ ટેસ્ટ ફરજીયાત બનશે. આ સમયગાળા દરમ્યાન 100 ટેસ્ટીંગ કેન્દ્રોનું નિર્માણ થાય તો 15 વર્ષ જુના તમામ વાહનો માટે તે લાગુ કરી દેવામાં આવશે. 15 વર્ષે વાહનોની રજીસ્ટ્રેશન સાયકલ પૂર્ણ થતી હોય છે. એટલે તેની સાથે જ ટુ-વ્હીલર માટે પણ ફીટનેસ ટેસ્ટ જરૂરી બનાવાશે.
એપ્રિલ 2024 સુધીમાં ગુજરાતમાં 4 કરોડ ભારે-મહતમ વ્યાપારી વાહનો રોડ પર દોડતા હશે.તેમાથી 2.50 કરોડ વાહનો ગુજરાતમાં નોંધાયેલા હશે અને તે પૈકીનાં 1.15 કરોડના વાહનો 15 વર્ષ જુના હશે.
નવી નીતી અંતર્ગત ભારે ટ્રાન્સપોર્ટ વાહનોનું કોમ્પ્યુટરાઈઝેશન ઓટોમેટેડ ટેસ્ટ થશે અને તેનો રીપોર્ટ પરિવહન સેવા વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. ગુજરાતમાં હાલ અમરેલી, ભરૂચ, મહેસાણા અને સુરત જેવા ચાર શહેરોમાં જ ફીટનેસ કેન્દ્રો છે. ટેસ્ટીંગ સેન્ટરો ન વધવાના સંજોગોમાં ખાનગી વાહનોને ફરજીયાત ટેસ્ટમાંથી મુકિત આપવી પડે તેમ છે.
જયારે 100 ફીટનેસ કેન્દ્રો ઉભા થઈ શકે તો ટુ-વ્હીલર સહીત તમામ વાહનોને નવી નીતિમાં સામેલ કરી દેવા જોઈએ. 15 વર્ષ જુના બીનવ્યાપારી વાહનોને દર પાંચ વર્ષે અને વ્યાપારી વાહનો માટે દર વર્ષે ફીટનેસ ટેસ્ટની જોગવાઈ છે.
ફીટનેસ ટેસ્ટમાં નાપાસ જુના વાહનનું રજીસ્ટ્રેશન રદ થઈ ગયા પછી ભંગારમાં નાખવાનો વિકલ્પ મળશે રસ્તા પર દોડાવી નહિં શકાય. રાજયના પરિવહન વિભાગ દ્વારા એક ભાવનગર તથા બે ખેડામાં સ્ક્રેંપીંગ સુવિધા ઉભી કરવા એક યાર્ડનો ખર્ચ અંદાજીત 17 કરોડનો થાય છે. એક એકર જગ્યામાં તે ઉભુ કરવુ પડે તેમ છે.