મુંબઈ, તા.6
અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મી અત્યારે પોતાની આવનારી ફિલ્મ ‘સેલ્ફી’ને લઈને ચર્ચામાં છે. તેની પહેલું ગીત ‘મૈં ખીલાડી...’ તાજેતરમાં જ રિલિઝ થઈ ચૂક્યું છે જેને ચાહકો ઘણું પસંદ કરી રહ્યા છે. અક્ષય-સલમાને સોશ્યલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યા છે જેમાં બન્ને સ્ટાર્સ આ ગીત ઉપર ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે.
આ વીડિયોને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. વાયરલ વીડિયોની ખાસ વાત એ છે કે 55 વર્ષીય અક્ષય કુમારે સલમાન ખાનને એવી ટક્કર આપી કે જેને જોઈને કોઈ ન કહી શકે કે અક્ષયની ઉંમર આટલી બધી હશે ! અક્ષય બોલિવૂડનો સૌથી ફિટ કલાકાર છે.
મૈં ખિલાડી તું અનાડી ગીત અક્ષય-સૈફ અલી ખાનની ફિલ્મ મૈં ખિલાડી તું અનાડીનું રિમેક સોંગ છે. રાજ મહેતાના ડાયરેક્શનમાં બનનારી સેલ્ફી ફિલ્મમાં અક્ષય અને ઈમરાન હાશ્મી ઉપરાંત નુસરત ભરુચા અને ડાયના પેંટી પણ કામ કરી રહી છે.