♦ લતા મંગેશકર માત્ર એક દિવસ જ સ્કૂલે ગયા હતા: લતાજીની મધુર સ્મૃતિઓ વાગોળે છે બહેન ઉષા મંગેશકર
મુંબઈ તા.6
લિવિંગ લેજન્ડ, ભારતરત્ન, સ્વરકોકીલા લતા મંગેશકરની ચિર વિદાયને આજે 6ઠ્ઠી ફેબ્રુઆરીએ એક વર્ષ પુરૂ થશે. પણ આ પૂરા વર્ષ દરમ્યાન તે આપણી સાથે પળેપળ સાથે રહી છે પોતાની સૂરિલી અવાજ સાથે. આજે તેમની પહેલી પૂણ્યતિથિએ લતા મંગેશકરના નાના બહેન અને જાણીતા પાર્શ્વગાવિકા ઉષા મંગેશકર લતાજી સાથેના રસપ્રદ સંસ્મરણો વાગોળે છે.
એ જાણીતી વાત છે કે લતા મંગેશકરને પોતાના ભાઈ-બહેનો માટે અગાધ અને અતૂટ પ્રેમ રહ્યો છે અને આ કારણે તેમણે પોતાનુ જીવન સંગીત અને પરિવારને સમર્પિત કર્યું હતુ. તેમના પાંચ ભાઈ-બહેનોમાં જાણીતી ગાયિકા ઉષા મંગેશકરે કહ્યું હતુ કે સૂરોથી અમર છે લતા, આપણે તેને ભૂલી ન શકીએ. પિતાના નિધન બાદ દીદી જ અમારી પિતા બની ગઈ હતી.
દીદીની પહેલી કમાણી આમ જ વહી ગઈ!: લતાદીદી મારા માટે તો મા જેવી હતી જયારે તેમણે તેમની પહેલી ફિલ્મ ‘મંગલા ગૌરી’ સાઈન કરી ત્યારે મારી ઉંમર 6-7 વર્ષની જ હતી. તે પોતાના પ્રોગ્રામ, રેકોર્ડીંગ, ફિલ્મના શોટમાં અમે ભાઈ-બહેનોને સાથે લઈ જતી હતી. જયારે તેમણે પહેલી કમાણી કરી તો લતાદીદી અમારા બધા માટે કપડા લાવી હતી. મારા માટે લાલ રંગનું શોર્ટ ફ્રોક હતુ. પણ આમાં રસપ્રદ ઘટના એ બની કે જે દરજીને કપડા સીવડાવવા આપ્યા હતા તે લઈને દરજી ભાગી ગયો હતો! આમ તેની પહેલી કમાણી આવી રીતે બેકાર થઈ હતી!
તે માત્ર એક દિવસ જ સ્કૂલે ગઈ હતી: અમે બધા રમતગમતમાં રહેતા હતા અને દીદી અનામતઅલી ખાં સાહેબ પાસે ગાયન શીખતી હતી. મુંબઈ આવીને તે રિયાઝ કરતી. તેની યાદદાસ્ત ખૂબ સારી હતી. તે કોઈપણ બાબતને ઝડપથી પકડી શકતી હતી. તેના માથે ભગવાનનો હાથ હતો. તેમનુ પહેલુ સુપરહીટ ગીત હતુ. ‘મહલ’ ફિલ્મનુ ‘આયેગા આનેવાલા’ પછી તો તેની પાસે મોટા મોટા મ્યુઝીક ડાયરેકટરની લાઈન લાગી ગઈ હતી. જયારે તેમને લાગ્યુ કે ગીતમાં નિખાર લાવવા માટે ઉર્દુ શીખવુ જરૂરી છે તો તેમણે ઉર્દુ પણ શીખી.
દીદીએ સંતોષી માંના વ્રત રાખ્યા હતા: મારા ફિલ્મ ‘જય સંતોષી માં’ના ગીતો ફેમસ થયા હતા. દીદીએ કહ્યું કે તે ફિલ્મ જોવા માંગે છે. અમે ઘરમાં તેને તે ફિલ્મ દેખાડી. દીદીએ સંતોષી માતાના પાંચ શુક્રવારના વ્રત રાખ્યા હતા અને તેણે સારી રીતે પૂરા પણ કર્યા હતા. તેણે ઘરમાં સૂચના આપી હતી કે કોઈપણ ખાટુ નહીં ખાય. દીદીએ મારી સાથે એક ગીત રેકોર્ડ કયુ હતુ. અપલમ અપલમ. આ ગીત ખૂબ લોકપ્રિય થયુ હતુ.
નસીબદારને આવી બહેન મળે છે: દીદીના લગ્ન ન કરવાના ફેંસલાને લઈને મને પૂછવામાં આવે છે. હું દીદીથી 6-7 વર્ષ નાની હતી એટલે હું કયારેય તેમને આ સવાલ પૂછી શકી નહોતી. અમારૂ બાળપણ ઘણી મુશ્કેલીમાં પસાર થયું પણ દીદીએ કયારેય તેનો અણસાર નથી આવવા દીધો. પિતાના મૃત્યુ બાદ દીદીએ માને કહ્યુ હતુ કે હું કામ કરીશ તું બિલકુલ ચિંતા ન કરતી. પિતા તો અમારા બાળપણમાં જ ગુજરી ગયા હતા. જયારે મા અમોને છોડી ગઈ તો દીદીએ કહ્યુ હતુ કે હવે હું તમારા બધાની મા બનીશ. અમને દીદી પાસેથી મા-બાપ બંનેનો પ્રેમ મળ્યો. આવી બહેન નસીબદારોને જ મળે છે.
‘તુઝે દેખા તો યે જાના...’ ગીતમાં લતાજી માટે અમે અલગ સૂર બનાવ્યા હતા
સંગીતકાર લલિત પંડિત (જતીન-લલિત) લતાજીને યાદ કરી કહે છે....
લતાજીની સાથે ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘મોહબ્બતે’, ‘ફના’, ‘કભી ખુશી કભી ગમ’ જેવા સુપરહીટ ગીતો બનાવનાર સંગીતકાર જતીન-લલિતના લલિત પંડિત લતાની ચર્ચા કરતા ભાવુક બની ગયા હતા. તેઓ કહે છે કે મુશ્કેલીના સમયમાં લતાજીએ અમને મદદ કરી હતી.
ડીડીએલજી (દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે)ના સુપરહીટ ગીત ‘તુઝે દેખા તો યે’ ગીત ધ્યાનથી સાંભળશો તો લાગશે કે લતાજીનુ જે પોર્શન છે તેમા અમે અલગ સૂર બનાવ્યા છે અને કુમાર શાનુનુ જે પોર્શન છે તેમા તેના અલગ સૂર છે. આ કમ્પોઝીશન અમે ખૂબ જ સમજી વિચારીને બનાવી હતી. મને ખબર હતી કે આ ખૂબ આઈકોનિક લવ.