મીઠાના અગરીયાઓના વિકાસ માટે 400 કરોડ અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી હિલેરી કિલન્ટનની જાહેરાત

06 February 2023 04:08 PM
Surendaranagar Gujarat India Saurashtra World
  • મીઠાના અગરીયાઓના વિકાસ માટે 400 કરોડ અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી હિલેરી કિલન્ટનની જાહેરાત
  • મીઠાના અગરીયાઓના વિકાસ માટે 400 કરોડ અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી હિલેરી કિલન્ટનની જાહેરાત
  • મીઠાના અગરીયાઓના વિકાસ માટે 400 કરોડ અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી હિલેરી કિલન્ટનની જાહેરાત

► સફેદ મીઠું પકવતા અગરીયાઓની ‘કાળી મજુરી’ જાણતા અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી

► ધ્રાંગધ્રા પંથકમાં અગરીયા પરિવારોને રૂબરૂ મળ્યા: જીવનધોરણ સુધારવા ‘સેવા’ સંસ્થા મારફત સહાય: સુચનો પણ માંગ્યા

(ફારૂક ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.6 : સુરેન્દ્રનગરના ખારાઘોડા સહિતના આસપાસના ભાગોમાં કાળી મજુરી કરીને સફેદ મીઠું પકવતા અગરીયાઓની વ્હારે અમેરિકાના પુર્વ વિદેશીમંત્રી હિલેરી કલીંટન આવ્યા છે અને અગરીયાઓના વિકાસ તથા જીવનધોરણ સુધારવા માટે 50 મીલીયન ડોલરની સહાય આપવાની જાહેરાત કરી હતી. તેઓ અગરીયાઓની અનેકવિધ સમસ્યાઓથી વાકેફ થયા હતા અને સેવા સંસ્થા મારફત ઉત્થાનના કાર્ય કરવાનું કહયું હતું. ઉપરાંત તેઓ પાસેથી સુચનો પણ માંગ્યા હતા. સુરેન્દ્રનગરના ખારાઘોડા તેમજ આજુબાજુના વિસ્તારમાં અગરિયાઓ અને તેમનો પરિવાર મીઠું પકવી અને પોતાનું જીવન ધોરણ ગુજારતા હોય છે. આગરીયાઓ ને પ્રાથમિક સુવિધાઓ રણમાં મળતી નથી હોતી

ત્યારે ખાસ કરી અગરિયાઓ રણમાં છ મહિના સુધી મીઠું અને પોતાનું જીવન ધોરણ ગુજારતા હોય છે અને પોતાના પરિવારનું પેટીયુ ભરાય તેટલી આવક ઉપાર્જન કરતા હોય છે ત્યારે સમગ્ર વિશ્વમાં સુરેન્દ્રનગર પંથકમાં પાકેલું મીઠું કોલેટીની દ્રષ્ટિએ તેમજ તેની કેલેરીની દ્રષ્ટિએ નંબર વન ગણવામાં આવે છે અને સૌથી વધુ ઉત્પાદન પણ સુરેન્દ્રનગર પંથકમાં મીઠા નું થાય છે. ઉનાળામાં તડકો શિયાળામાં ઠંડી સામે સામનો કરી અને મીઠું પકવતા હોય છે અને ખાસ કરી મીઠું પકવવા જાય ત્યારે તમને સુવિધા મળતી નથી ખાસ કરી રહેવા માટે મકાન નથી હોતું. માત્ર ઝૂંપડી જેવું બાંધી અને વસવાટ કરતા હોય છે પીવાનું પાણી તેમજ ઇલેક્ટ્રોનિક જેવી સુવિધા પણ રણમાં ઉપલબ્ધ હોતી નથી. વિકાસ માટેની વાતો પરંતુ વર્ષોથી અગરિયાઓની પરિસ્થિતિ જે છે

તેવી ને તેવી જ છે ત્યારે આ મામલે આજે ધ્રાંગધ્રા પંથકમાં આવેલા કુડાના રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારની મુલાકાત લેવા અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્વિન્ટલ પહોંચ્યા આ અને રણમાં કામ કરતા અગરિયાઓ અને તેમના પરિવારજનોને તે મળ્યા રણમાં અગરિયાઓની મુલાકાત લઈને તેમની પડતી હાલાકી અને સુવિધા મામલે માહિતગાર થયા હતા. આ જ મામલે રણની મહિલાઓ સાથે પણ સંવાદ કર્યો હતો ત્યારે અગામી દિવસોમાં રણના અગરિયાઓના અને તેમના પરિવારના વિકાસ માટે અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી દ્વારા 50 મિલિયન ડોલર સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત જે રણમાં કામ કરતી મહિલાઓ છે તેમના સુચનાઓ પણ મંગાવવામાં આવ્યા છે

અગરિયાઓનો કેવી રીતે વિકાસ થાય અને કેવી રીતે અગરિયાઓ સારું જીવન ધોરણ જીવી શકે તેવા સુચન મંગાવવામાં આવ્યા છે તે પ્રકારે સેવા નામની સંસ્થા છે તે કામ કરશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. જમ્મુ કશ્મીર લદ્દાખ મહારાષ્ટ્ર ઓરિસ્સા ગુજરાત સહિત સેવા સંસ્થા સાથે જોડાયેલી મહિલાઓ પણ અગરિયાઓની મુલાકાતે પહોંચી હતી. રણમાં 24 કલાક વીજળી મળે તે માટે સોલાર પ્લાન્ટ ઊભા કરવા અંગેના સુચનો પણ મંગાવવામાં આવ્યા છે આ ત્યારે આજ મામલે રણમાં પાકતું મીઠું કેવી રીતે પાકે છે તે અંગેનો તાગ પણ અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી દ્વારા મેળવવામાં આવ્યો હતો. અંદાજિત ત્રણ કલાક જેટલો સમયગાળો રણમાં પૂર્વ વિદેશ મંત્રીએ વિતાવ્યો હતો. રણની જે સમસ્યાઓ છે તે ગ્રાઉન્ડ લેવલ ઉપરથી તેમણે જાણી છે.

અગરિયાઓ પાસે મીઠું પકવવાની આખી પ્રોસેસ સમજીને સંવાદ કર્યો: બે કલાક રણમાં ગાળ્યા
અમેરિકાની પૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લિટને કૂડા રણમાં જઇ અગરિયાના પાટે જઇ અગરિયા મહિલાના હાથે મીઠું મુઠ્ઠીમાં લીધુ હતુ. અને મીઠું પકવતા અગરિયાઓ પાસે મીઠું પકવવાની આખી પ્રોસેસ સમજીને એમની સાથે સંવાદ કરી બે કલાક રણમાં ગાળ્યા હતા.અમેરિકાની પૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લિટન અગરિયાના પાટે જઇ અગરિયા મહિલાના હાથે મીઠું મુઠ્ઠીમાં લીધુ હતુ. ધ્રાંગધ્રાની સેવા સંસ્થા દ્વારા આ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે.સી.સંપટ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાત સહિતના જિલ્લાના આલા અધિકારીઓ ખાસ હાજર રહ્યાં હતા. આ પ્રસંગે રણમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement