‘સાયક્લોફન’માં આવી સાયક્લીસ્ટોની ‘સુનામી’: 10,000થી વધુએ ભાગ લઈ બનાવ્યો મહારેકોર્ડ

06 February 2023 04:13 PM
Rajkot Saurashtra
  • ‘સાયક્લોફન’માં આવી સાયક્લીસ્ટોની ‘સુનામી’: 10,000થી વધુએ ભાગ લઈ બનાવ્યો મહારેકોર્ડ
  • ‘સાયક્લોફન’માં આવી સાયક્લીસ્ટોની ‘સુનામી’: 10,000થી વધુએ ભાગ લઈ બનાવ્યો મહારેકોર્ડ
  • ‘સાયક્લોફન’માં આવી સાયક્લીસ્ટોની ‘સુનામી’: 10,000થી વધુએ ભાગ લઈ બનાવ્યો મહારેકોર્ડ
  • ‘સાયક્લોફન’માં આવી સાયક્લીસ્ટોની ‘સુનામી’: 10,000થી વધુએ ભાગ લઈ બનાવ્યો મહારેકોર્ડ
  • ‘સાયક્લોફન’માં આવી સાયક્લીસ્ટોની ‘સુનામી’: 10,000થી વધુએ ભાગ લઈ બનાવ્યો મહારેકોર્ડ

નાના બાળકોથી લઈ મોટેરાઓ ઉત્સાહભેર ઉમટ્યા: ધારાસભ્યો, મેયર, કલેક્ટર, પોલીસ કમિશનર, ડીસીપી ક્રાઈમ, એસીપી સાયબર ક્રાઈમ સહિતનાએ પણ માર્યા પેડલ: મોટાભાગનાએ પાંચ કિલોમીટર સાયકલ જ ચલાવી

રાજકોટ, તા.6 : રોટરી ક્લબ ઑફ રાજકોટ મીડટાઉન, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ તેમજ મહાપાલિકાના સંયુક્ત ઉપક્રમે આયોજિત થયેલી સાયક્લોફનમાં જાણે કે સાયકલીસ્ટોની ‘સુનામી’ આવી હોય તેવી રીતે 10,000થી વધુ સાયકલીસ્ટોએ ભાગ લઈ રાજકોટના નામે એક મહારેકોર્ડ બનાવ્યો છે. આ સાયક્લોફનમાં નાના બાળકોથી લઈ મોટેરાઓ વહેલી સવારે ફુલગુલાબી ઠંડીમાં જાગીને ઉમટી પડ્યા હતા. ગઈકાલે સવારે 6:45 વાગ્યે કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન રેસકોર્સ ખાતે સાયક્લોફનનો પ્રારંભ થયો હતો જેમાં રાજકોટના 10,000થી વધુ સાયક્લીસ્ટો જોડાયા હતા.

આ સાયક્લોફનમાં પાંચ અને 20 કિ.મી. સાયકલ રાઈડ યોજવામાં આવી હતી. બીજી બાજુ આ વખતે પહેલીવાર રાજકોટની 500થી વધુ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલના બાળકોએ પણ ઉત્સાહસભર ભાગ લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાયક્લોફનમાં મેયર ડૉ.પ્રદીપ ડવ, ડેપ્યુટી મેયર-ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, કલેક્ટર અરુણ મહેશ બાબુ, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, મ્યુનિ.કમિશનર અમિત અરોરા, ડીસીપી (ક્રાઈમ) ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી સાયબર ક્રાઈમ વિશાલ રબારી, કોર્પોરેટરો જયમીન ઠાકર, ચેતન સુરેજા, વિનુભાઈ સોરઠીયા, હાર્દિક ગોહિલ, નાયબ મ્યુનિ.કમિશનર ચેતન નંદાણી, સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસો.ના પ્રમુખ ડી.વી.મહેતા, સાયકલ ક્લબના પ્રમુખ દિવ્યેશ અઘેરા તેમજ રોટરી ક્લબના પ્રમુખ ધરતીબેન રાઠોડ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના મહામંત્રી પરિમલ પરડવા સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સાયકલ ચલાવી હતી.

પાંચ કિલોમીટર સાયક્લોફનનો પ્રારંભ રેસકોર્સથી થઈ જિલ્લા પંચાયત ચોક, શ્રી રામકૃષ્ણ આશ્રમ, ટાગોર રોડ, એસ્ટ્રોન ચોક, મહિલા કોલેજ, કિશાનપરા ચોક, બીગબાઈટ, રેસકોર્સ (એરપોર્ટ ગેઈટ) સુધીનો રહ્યો હતો. જ્યારે 20 કિલોમીટરનો પ્રારંભ રેસકોર્સ (લોકમેળા ગ્રાઉન્ડ)થી રેસકોર્સ બાલભવન ગેઈટ, જિલ્લા પંચાયત ચોક, ડૉ.યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણ બાગ, એસ.ટી.બસ સ્ટોપ, નાગરિક બેન્ક ચોક (ભક્તિનગર), મક્કમ ચોક, સત્ય વિજય આઈસ્ક્રીમ, ભક્તિનગર સ્ટેશન ચોક, ટાગોર રોડ, લક્ષ્મીનગર અન્ડર બ્રિજ, નાનામવા સર્કલ, મોકાજી સર્કલ હોટેલ સયાજી, ક્રિસ્ટલ મોલ, આકાશવાણી ચોક, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ, રૈયા સર્કલ, હનુમાન મઢી, નિર્મલા રોડ, કોટેચા ચોક, મહિલા કોલેજ, કિસાનપરા ચોક થઈને રેસકોર્સ પરત પરત ફરી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement