મુંબઈ: આવતીકાલે બોલિવુડનું સ્ટાર કપલ કિયારા અડવાણી અને સિધ્ધાર્થ મલ્હોત્રા પ્રભુતામાં પગલા માંડવા જઈ રહ્યા છે. શાહી લગ્ન માટે કપલે રાજસ્થાનનો સૂર્યગઢ મહેલને પસંદ કર્યો છે. જેમાં નજીકના મિત્રો અને પરિવારજનો હાજર રહેશે. કિયારા અને સિધ્ધાર્થનો પરિવાર તો જેસલમેરમાં આવી ચૂકયો છે.
સિધ્ધાર્થની માતા રીમા મલ્હોત્રા શનિવારે જેસલમેર એરપોર્ટ પર જોવા મળી હતી. જયાં પાપારાઝી ફોટોગ્રાફર્સને તેણે કહ્યું હતું કે હું મા પુત્રવધુ કિયારાને આવકારવા ઉતેજિત છું. જયારે ફોટોગ્રાફરોએ લગ્ન સમારોહની વિગત પૂછી તો કહ્યું હું તમને પછી જાણ કરીશ. આભાર, સિધ્ધાર્થના ભાઈ હર્ષદે પણ રિએકશન આપ્યું હતું કે આ લગ્નને લઈને અમે ખૂબ જ એકસાઈટેડ છીએ. એરપોર્ટ પર સિધ્ધાર્થના નાની પણ જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે બહોત ખુશી હૈ, બહોત બહોત બધાઈ. હમ નાની હૈ’ સિધ્ધાર્થ મલ્હોત્રા કી.
આજે સિધ્ધાર્થ કિયારાની હલ્દી સેરમની યોજાઈ છે. આવતીકાલે કપલ મંગળ ફેરા ફરશે. લગ્નની પૂર્વ સંધ્યાએ ડાન્સમાં મહેમાનો તેમની હીટ ફિલ્મના ગીતો કાલા ચશ્મા, બીજલી, નચને દે, સારે પર નાચશે. લગ્ન સમારોહમાં કરણ જોહર, શાહીદ કપૂર, આકાશ અંબાણી વગેરે સેલીબ્રીટીને આમંત્રણ અપાયું છે.