લંડન તા.6
ટવીટર અને ટેસ્લાના સીઈઓ ઈયોન મસ્કે ગઈકાલે એક મુલાકાતમાં જણાવ્યું કે છેલ્લા ત્રણ માસ મારા માટે ખુબ જ મુશ્કેલ રહ્યા હતા અને પુરતી ઉંઘ પણ લીધી નથી. કારણ કે મારે ટવીટરને દેવાળીયા થતા બચાવવી હતી અને હું તેમાં સફળ થયો હોય તેવુ માનું છું.
ઉપરાંત ટેસ્લા અને સ્પેસએકસના કામકાજને પણ અસર ન થાય તે જોવાનું હતું. ટવીટરની આવકમાં મોટો ઘટાડો થયો હતો.મસ્કે 44 બીલીયનની ડીલ કરીને ટવીટર ખરીદયુ હતું અને તેની કંપની રોજનાં 4 મીલીયન ડોલર ગુમાવી રહી હતી.