ફરીદાબાદ,તા.6
અરાવલીની પહાડીઓમાં 25 લાખ વર્ષ પહેલાના પાષાણ યુગની પથ્થરમાં કોતરણી મળી આવી છે. જેના કારણે અનેક રહસ્યો ખુલી શકે છે. પુરાતત્વવિદોનું કહેવુ છે કે, આ પથ્થરો પર મનુષ્ય અને જાનવરના હાથ પગના નિશાન પુરા પાષાણ કાલ કે પાષાણ યુગ છે.
સોહનાના બાદશાહપુર તેથર ગામમાં શોધવામાં આવેલા પેટ્રો ગ્લિફસમાં ભીત ચિત્ર કવાર્ટઝાઈટ પથ્થરો પર મનુષ્ય અને જાનવરોના હાથ-પગનાં નિશાન સામેલ છે. પુરાતત્વ વિભાગની સાઈટ એક પહાડી પર છે અને માંગરથી માત્ર 6 કિલોમીટર દુર છે. જયાં માનવામાં આવે છે કે આ સમયના ગુફા ચિત્રોને 2021 માં શોધવામાં આવ્યા હતા.
આ સાઈટ સુધી પહોંચવામાં સંશોધકોને ખુબ જ તકલીફો પડી હતી. 80 મીનીટનું ટ્રેકીંગ, દરમ્યાન માર્ગમાં આવતી કાંટાળી ઝાડીઓ, શાર્પ પથ્થરો અને કાંકરાઓનો સામનો કરવો પડયો હતો. જયાં પેટ્રોગ્લિફસ વાળા પથ્થરો વિખેરાયેલા પડયા હતા. કાર્બન હેટીંગ માર્કરથી આ પથ્થરો 25 લાખ વર્ષ જુના હોવાનું બહાર આવ્યું હતું.