મુંબઈ:
અગાઉની કેટલીક ફિલ્મો અને ખાસ કરીને તાજેતરની શાહરૂખખાન-દિપિકા પદુકોણ સ્ટારર ફિલ્મ ‘પઠાણ’ સામે બોયકોટ બોલીવુડ ટ્રેંડને લઈને ઉતર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘણા ખુલાસા કર્યા હતા.તેમણે જણાવ્યું હતું કે હું વારંવાર એ વાતને કહું છું કે કલાકાર અને સાહિત્યકારનું સન્માન થવું જોઈએ.
સાથે સાથે એ પણ જરૂરી છે કે ડાયરેકટરે પણ એ ખ્યાલ રાખવો પડશે કે જન ભાવનાનું સન્માન રાખવુ પડશે.યોગીએ વધુમાં જણાવ્યુ હતું કે બીજી વાત, તાલીબાન જેવુ કલ્ચર હવે યુપી જેવા રાજયોની અંદર નથી ચાલી શકતું.
હાલ ગ્રેટર નોઈડામાં ફિલ્મ સીટીના પ્રોજેકટની પ્રગતિના બારામાં મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે મેં ફિલ્મસીટીને લઈને બધા એકટર, ડાયરેકટર અને પ્રોડયુસર સાથે સંવાદ કર્યો હતો. આ પ્રોજેકટ ખૂબ સારી દિશામાં આગળ વધી રહ્યો છે. અમે ભાગલા પાડવા આ પ્રોજેકટ નથી લાવ્યા અમે જોડવા માટે આવ્યા છીએ અને આ (ફિલ્મસીટી) જોડશે.