નવી દિલ્હી તા.6
કેન્દ્રીય બજેટમાં મોદી સરકારે સિનિયર સીટીઝનો માટે ખાસ જોગવાઈ કરી છે. જેમાં સિનિયર સીટીઝન સેવીંગ્ઝ સ્કીમની રોકાણ મર્યાદા રૂા.15 લાખથી વધારીને 30 લાખ કરી છે. જેના કારણે 50 થી 70 હજાર સિનિયર સીટીઝનો આ 30 લાખની મર્યાદાવાળી યોજનામાં શીફટ થશે તેવું માનવામાં આવે છે.
સરકારની આ સ્કીમમાં હાલ 50 લાખ સિનીયર સીટીઝન જોડાયા છે અને તેમાં રૂા.15 લાખ સુધીનાં રોકાણમાં 8 ટકા વ્યાજ મળે છે પરંતુ તેની મર્યાદા વધારીને હવે રૂા.30 લાખ કરવામાં આવી છે અને તેના કારણે હવે સિનીયર સીટીઝન માટે રોકાણની તક વધશે.
આ ઉપરાંત સીનીયર સીટીઝન અંદાજે રૂા.1.1 કરોડનું રોકાણ કરીને એકપણ રૂપિયો ઈન્કમટેકસ ભરવો ન પડે તે માટે પણ સલામત રોકાણ કરી શકે છે.સિનિયર સીટીઝન સ્કીમ ઉપરાંત પોસ્ટ ઓફીસ મંથલી ઈન્કમ સ્કીમમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ચાલુ બજેટમાં ખાસ મહિલા સન્માન સેવીંગ્ઝ પણ ઈસ્યુ કરવા માટે જાહેરાત કરાઈ છે.જેમાં રૂા.2 લાખ સુધીનું એક વખતના રોકાણ પર 7.5 ટકા વ્યાજ મળશે. જેમાં આયુની કોઈ મર્યાદા નથી. આ ઉપરાંત પ્રધાનમંત્રી યુવા વંદન યોજના પણ તમને ટેકસ ફ્રી રોકાણની છૂટ આપે છે.