દિલ્હી મહાપાલિકામાં કોઈપણ ભોગે આમ આદમી પાર્ટીને બહુમતી છતાં સતાથી દુર રાખવા ભાજપે શરૂ કરેલા મરણીયા પ્રયાસોમાં હવે મ્યુ.બોર્ડમાં 10 નિયુકત સભ્યોને પણ મતાધિકાર આપીને ભાજપને સતા મળે તેવો ખેલ નાખ્યો છે અને કોઈપણ ગૃહમાં નિયૂકિત સભ્યોને મતાધિકાર મળતો નથી તેથી આમ આદમી પાર્ટીએ હવે ઉપ રાજયપાલના આ નિર્ણયોને સુપ્રિમમાં પડકારવા નિર્ણય લીધો છે.