આજે વિનાશક ભૂકંપમાં હોમાયેલા તુર્કીની મદદે વિશ્વમાં સૌ પ્રથમ ભારત પહોંચી જશે.તૂર્કીમાં પૂર્વીય ક્ષેત્રમાં આવેલા ભૂકંપમાં સેંકડો લોકો માર્યા ગયા હતા. તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કુદરતી આફત પર શોક દર્શાવી તૂર્કીને બચાવ રાહત માટે એનડીઆરએફની ટીમો ઉપરાંત રાહત સામગ્રી મોકલવાની જાહેરાત કરી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, તૂર્કી કાશ્મીર સહીતના મુદ્દે સતત પાકિસ્તાનને સાથ આપતુ આવ્યું છે અને અનેક આંતર રાષ્ટ્રીય પેસ પર ભારત વિરૂદ્ધ ઝેર ઓકયુ છે. તેમ છતા મોદી સરકારે આ માનવીય કપરી સ્થિતિમાં તુર્કીની મદદે જવા નિર્ણય લીધો છે.તુર્કીમાં 600 થી વધુ અને સીરીયામાં 300 થી વધુ મૃત્યુ નોંધાયા છે.