રાજકોટ, તા.6 : રાજકોટના યુનિવર્સિટી રોડ પર રહેતા અને પટેલ વિહાર રેસ્ટોરન્ટ એન્ડ પરોઠા હાઉસના પ્રોપરાઈટર આરાધનાબેનના પતિ સમિતકુમાર હસમુખભાઈ પાંચાણીને નાણાની જરૂરીયાત ઉભી થતા પારીવારીક અને મિત્રતાના સંબંધના નાતે રાજકોટમાં શિવમ પાર્ક સોસાયટીમાં રહેતા ફરીયાદી ઉષાબેન રજનીભાઈ દવે પાસેથી રૂ।.5.50 લાખ ઉછીના લીધા હતા. અને રકમ પરત કરવા ખાતરી આપી હતી.
ઉછીના લીધેલા આ નાણા પરત કરવા ચેક આપેલો જે રીર્ટન થતા ફરીયાદીએ પોતાના એડવોકેટ મારફત સમિતકુમારને ધ નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 મુજબ લીગલ નોટીસ પાઠવી હતી તેમ છતા પણ આરોપીએ રકમ નહી ચૂકવતા ફરીયાદી દ્વારા અદાલતમાં ફરીયાદ દાખલ કરવામા આવી હતી. જેથી કોર્ટે આરોપી સમિતકુમાર હસમુખભાઈ પાંચાણીને અદાલતમાં હાજર થવા સમન્સ ઈસ્યુ કરતો હુકમ કર્યો છે. આ કેસમાં ફરીયાદી ઉષાબેન દવે વતી રાજકોટના એડવોકેટ મોહિત વી. ઠાકર રોકાયેલા છે.