રાજકોટ, તા.6 : રાજકોટ જિલ્લાના દડવા ગામે રહેતા કિશોરભાઇ બેચરભાઇ રાદડીયાએ આરોપી સંજયભાઇ દેવાયતભાઇ બોરીચા અને મુકેશભાઇ શંભુભાઇ ઠુંમર પાસેથી 8 વર્ષ પહેલા રૂ.15 લાખ વ્યાજે લીધા હતા. જે પછી ફરિયાદીના નાના ભાઇએ 17 વિધા જમીનનું સાટાખત કરી આપ્યું હતું. ફરિયાદીએ તમામ રકમ ચુકવી દીધી પછી પણ આરોપીઓ તેઓને ધાક ધમકી આપી જમીનનો દસ્તાવેજ કરી આપવા માટે દબાણ કરતા હતા.
જેની ફરિયાદ કિશોરભાઇએ આટકોટ પોલીસ સ્ટેશનમાં કરી હતી. જે પછી ધરપકડના ભયથી આરોપી સંજયભાઇ બોરીચા અને મુકેશભાઇ ઠુંમરે તેમના એડવોકેટ મારફત રાજકોટ સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે કેસ ચાલી જતા કોર્ટે બંને પક્ષની રજૂઆતો બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલની દલીલ ગ્રાહ્ય રાખી બન્ને આરોપીની આગોતરા જામીન મંજુર કરતો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં આરોપી વતી એડવોકેટ રધુવીર આર. બસીયા રોકાયેલા હતા.