રાજકોટ, તા.6 : રાજકોટના રૈયા રોડ ઉપર કનૈયા ચોકમાં રહેતા અને ચાંદની મંડપ સર્વિસના નામે વ્યવસાય કરતા એજાઝહુશેન ઈસ્તીયાકહુશેન સૈયદે માધવ શરાફી સહકારી મંડળીના સભાસદ હોવાના દરજ્જે લોન લીધી હતી. જેના બાકી હપ્તા ચુકવવા રૂ।.1.65 લાખનો ચેક આપ્યો હતો. આ ચેક રિટર્ન થતા મંડળીએ પોતાના વકીલ મારફત નોટિસ આપેલી તેમ છતાં રૂપિયા ન ચૂકવતા મંડળીએ તેમના એડવોકેટ મારફતે એજાઝહુશેન સૈયદ વિરૂધ્ધ ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ મુજબ ધો2ણસ2ની ફોજદારી ફરીયાદ દાખલ કરી હતી. આ કેસ ચાલી જતા કોર્ટે આરોપી એજાઝહુશેન સૈયદને એક વર્ષની સાદી કેદની સજા અને રૂ।.1.65 લાખ ફ2ીયાદી મંડળીને 60 દિવસમાં વળતર પેટે ન ચુકવે તો વધુ બે માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. આ કેસમાં ફરીયાદી મંડળી વતી એડવોકેટ કિશન એમ. પટેલ, જયદીપસિંહ બી. રાઠોડ, આદમશા જી. શાહમદાર, મદદનીશ તરીકે જયેશ નાગદેવ, ભારતી રાણેવાડીયા, યશસ્વી બોડા અને પાર્થરાજસિંહ જાડેજા રોકાયેલા હતા.