માતાની સારવાર માટે આવેલી પુત્રીને જોઈ પ્યુનની દાનત બગડી:અડપલાં કર્યા

06 February 2023 06:14 PM
Rajkot Crime
  • માતાની સારવાર માટે આવેલી પુત્રીને જોઈ પ્યુનની દાનત બગડી:અડપલાં કર્યા

► સિવિલ હોસ્પટલમાં દર્દીના સબંધીઓ માટે અસુરક્ષિત!

રાજકોટ,તા.6 : રાજકોટની સરકારી હોસ્પિટલ અનેક વખત વિવાદોમાં આવી ચૂકી છે.કયાંકને ક્યાંક દર્દીઓના સબંધીઓ સાથે સિક્યોરિટી કે સર્વન્ટ ઝઘડો કરી લેતા હોવાના બનાવો પણ સામે આવી ચુક્યા છે.ત્યારે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ગઇકાલે રાત્રીના સમયે માતાની સારવાર કરાવવા સાથે આવેલી 17 વર્ષની સગીર પુત્રીને જોતા ઇમરજન્સી વિભાગમાં પ્યુનની નોકરી કરતા શખ્સે સગીરાને જોતા જ તેની દાનત બગડી હતી અને સગીરાને ચા અને બિસ્કિટ લઈ આપવાની લાલચ આપી હોસ્પિટલમાં જ આવેલા મંદિર પાસે લઈ ગયો હતો અને ત્યાં શરીરે અડપલાં કરી બીભત્સ માંગણી કરી હતી.બાદમાં સગીરા તાબે ન થતા શખ્સ ગભરાયો હતો અને તેણીને વોર્ડ પાસે મુકવા આવતા લોકો તેમને જોઈ ગયા હતા અને ફોટા પાડી અને વીડિયો ઉતારી શખ્સને મારમાર્યો હતો અને શખ્સને પકડી પોલીસને સોંપ્યો હતો.

► સગીરાને જોઈ ઢગાએ કહ્યું,ચાલ તને ચા અને બિસ્કિટ લઈ લઈ આપું તારા મમ્મીને આપી દેજે:બાદમાં મંદિર પાસે અંધારામાં લઈ જઈ બીભત્સ માંગણી કરી

વધુ વિગતો અનુસાર,આજીડેમ વિસ્તારમાં રહેતા એક મહિલાને પેટમાં પાણી ભરાતું હોય જેથી તેઓને સરકારી હોસ્પિટલના વોર્ડ નંબર સાતમાં દાખલ કર્યા હતા.ત્યાં તેઓની સારવાર ચાલી રહી હતી તેમજ તેમની દેખભાળ માટે 17 વર્ષની દીકરી પણ સાથે આવી હતી.ગઇકાલે રાત્રીના સમયે સગીર વયની પુત્રી વોર્ડ નંબર-7 માં હતી.ત્યારે સરકારી હોસ્પિટલમાં ઇમર્જન્સી વિભાગમાં પ્યુન તરીકે ફરજ બજાવતો સંજય લક્ષ્મણ વાઘેલા ત્યાં આવ્યો હતો.સગીરાને જોતા જ સંજયની નજર બગડી હતી અને પોતે સગીરા પાસે ગયો હતો અને તેણી સાથે વાતચીત કર્યા બાદ સગીરાને ચા અને બિસ્કિટ લઈ આપવાની લાલચ આપી હતી.

► સગીરા તાબે ન થતા તેણીને પરત વોર્ડ પાસે મૂકી ગયો:કોઈને આ વાત કહેતી નહીં તેમ કહી ઢગાએ ધમકી આપી:સ્થાનિકોએ શખ્સને પકડી પોલીસને સોંપ્યો

બાદમાં આ સંજય સગીરાને હોસ્પિટલમાં જ આવેલા મંદિર પાસે લઈ ગયો હતો ત્યાં અંધારાનો લાભ લઇ સંજયે સગીરાના શરીરે અડપલાં કર્યા હતા અને બાદમાં બીભત્સ માંગણી પણ કરી હતી.જોકે આ સગીરા ગભરાઈ ગઈ હતી અને પોતે તાબે ન થતા જ સંજયે સગીરાને કહ્યું કે હવે આ બનાવની જાણ કરતી નહીં.બાદમાં ત્યારે બહેનને શોધી રહેલો ભાઈ મંદિર બાજુથી આવી રહેલી બહેન અને સંજયને જોતા જ સંજય ભાગવા જાઇ તે પહેલા જ સ્થાનિકોએ તેમનો પીછો કરી પકડ્યો હતો અને સગીરા રડવા લાગી અને આ સમગ્ર આપવીતી તેમના ભાઈને જણાવી હતી.તેમજ સંજયને લમધારી પ્ર.નગર પોલીસને સોંપ્યો હતો.આ મામલે સગીરાના પરિવારજનોએ સંજય વિરુદ્ધ ફરિયાદ નોંધવા તજવીજ આદરી હતી.તેમજ આ સંજયને પણ નોકરીમાંથી બરતરફ કરવામાં આવશે તેવું હોસ્પિટલના સૂત્રોમાંથી જણાવ્યું હતું.

સગીરા પાસે રહેલા મોબાઈલમાં ભાઈએ ડાઉનલોડ કરેલી એપથી સંજયની તમામ કરતુત રેકોર્ડ થઈ ગઈ!!
આ સમગ્ર બનાવમાં સગીરાના ભાઈએ જણાવ્યું હતું કે,મારા માતાને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.તેની દેખરેખ મારી 17 વર્ષની બહેન કરે છે.ગઈકાલે તે અચાનક કયાંય નહીં દેખાતા તેની શોધખોળ કરી હતી.ત્યારે ઇમરજન્સી વોર્ડમાં પ્યુનની ફરજ બજાવતો સંજય અને મારી બહેન ત્યાં દેખાતા હું તરતજ ત્યાં દોડી ગયો હતો અને ત્યાં સંજય ભાગવા જતા જ ત્યાંના લોકોએ સંજયને પકડી લીધો હતો.બાદમાં બહેન રડવા લાગી હતી અને તેમણે હકીકત જણાવતા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.તેમજ તેમણે જણાવ્યું હતું કે,બહેનના મોબાઈલમાં એક એપ ડાઉનલોડ કરી હતી.તેમાં તે મોબાઈલમાં તમામ વાતોનું રેકોર્ડિંગ થતું હતું.જયારે સંજય સાથે ગઈ અને પરત ફરી ત્યાં સુધીની તમામ વાતોનું રેકોર્ડિંગ થઈ ગયું હતું.જે પોલીસને આપવામાં આવ્યું હોવાનું સગીરાના ભાઈએ જણાવ્યું હતું.


Related News

Advertisement
Advertisement
Advertisement