રાજકોટ, તા.6 : રાજકોટના રણુજા મંદીર પાસેથી દારૂની 312 બોટલ ઝડપાઇ હતી. જે કેસમાં આરોપીના જામીન મંજુર થયા છે. ક્રાઈમ બ્રાંચે રણુજા મંદીર પાસે જયનગરમાં રહેતા આરોપી સાગર દીપકભાઈ કાલીયાને વેદીશીદારૂ વેચાણ કરતા હોવાની અન્ય આરોપીના નીવેદન ઉ52થી ઝડપી લીધો હતો. જે પછી જેલ મુક્ત થવા આરોપીએ અદાલતમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજી સુનાવણી ઉપર આવતા બચાવ પક્ષે રોકાયેલા એડવોકેટ દ્વારા કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય આરોપીને રૂ.15 હજારના શરતી જામીન ઉપર મુક્ત કરવા કોર્ટે હુકમ કર્યો છે. આ કેસમાં આરોપી વતી રાજકોટના યુવા એડવોકેટ હર્ષ રોહીતભાઈ ઘીયા રોકાયા હતા.