રાજકોટ,તા.6 : રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના ડિફોલ્ટર કમલેશભાઇ અકબરીને ચેક રિટર્નના કેસમાં એક વર્ષની જેલની સજા અને વળતરની રકમ ચુકવવા કોર્ટે હુકમ કર્યો છે.રાજકોટ નાગરીક સહકારી બેંકની જંકશન પ્લોટ શાખાના ખાતેદાર કમલેશભાઇ પોપટભાઇ અકબરીને રૂ.5.00.000નું ધિરાણ અપાયેલ હતું. થોડા સમય બાદ આ ખાતુ ડિફોલ્ટર થયું હતું.
ખાતેદારે વસુલી પેટે રૂ.1.53.723નો ચેક આપેલ તે પરત ફર્યો હતો. જેથી કમલેશભાઇ અકબરી સામે રાજકોટની નેગોશીયેલ કોર્ટમાં ચેક રિર્ટનનો કેસ દાખલ કર્યો હતો. જયુ. મેજી. કોર્ટે કમલેશભાઇ અકબરીને એક વર્ષની જેલની સજા અને ચેક રિટર્નના વળતર રૂપે રૂ.1.53.723ની રકમ ચુકવવાની સજા ફરમાવી હતી અને આ રકમ ચુકવવા માટે બે માસનો સમય આપ્યો હતો. રકમ ન ચુકવે તો બીજા એક માસની વધારાની કેદની સજા ફરમાવી હતી. આ કેસમાં બેંક વતી એડવોકેટ બી.બી. ગોગીયા, ફરીયાદી રઘુવીરભાઇ મોડભાઇ બારોટ હતા.