રાજુલા નગરપાલિકાના બે સદસ્યો ગેરલાયક ઠર્યા

06 February 2023 10:40 PM
Amreli Saurashtra
  • રાજુલા નગરપાલિકાના બે સદસ્યો ગેરલાયક ઠર્યા

ત્રણ સંતાનો હોવાથી અમરેલી કલેકટરની કોર્ટમાં મામલો ચાલ્યો હતો, જેમાં સભ્યો પ્રદિપભાઈ રંજોલીયા અને સમીમબેન જીરુકાને ગેરલાયક ઠરાવતો હુકમ થયો છે

(મિલાપ રૂપારેલ)
અમરેલી, તા.6
રાજુલા નગરપાલિકાના બે સદસ્યો ગુજરાત નગરપાલિકા અધિયમન હેઠળ કલેક્ટર અમરેલીની કોર્ટમાં ગેરલાયક ઠરતા બંને બેઠકો ખાલી જાહેર કરાઈ છે.

અમરેલી જિલ્લાના રાજુલા નગરપાલિકાના વોર્ડ નં.૩ના સભ્ય પ્રદિપભાઈ શંભુભાઈ રંજોલીયા અને વોર્ડ નં.૭ના સભ્ય શમીમબેન જાહીદભાઈ જીરુકા ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ની કલમ-૧૧(ઝ) હેઠળ કલેક્ટર અમરેલીની કોર્ટમાં ગેરલાયક ઠર્યા છે. આ બંને સભ્યોને ત્રણ સંતાનો હોવાથી તપાસના અંતે આ અધિનિયમનની કલમ ૩૮-(૧) અનુસાર આ બંને સભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે તેમજ આ બંને બેઠકો કલેક્ટરના હુકમ જાહેર કર્યાની તા.૬ ફેબ્રુઆરીથી ખાલી જાહેર કરવામાં આવી છે. આ હુકમથી નારાજ પક્ષકારો ૧૫ દિવસમાં કમિશનર, મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન, કર્મયોગી ભવન ગાંધીનગર ખાતે અપીલ કરી શકશે.


Related News

Advertisement
Advertisement
Advertisement