અમદાવાદ તા.3 : સુરતના મોટા વરાછામાં મોટાગજાના બિલ્ડર તરીકે ગણના પામતા બિલ્ડરે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કરતા બિલ્ડર લોબીમાં ખળભળાટ સર્જાયો છે. નાણાકીય ભીસમાં મુકાયેલા બિલ્ડર પર લેણદારોને જોરદાર ટોર્ચર હોવાથી આ પગલુ ભર્યું હોવાનું બહાર આવ્યું છે. ઝેર પીતા પુર્વે તેણે એક વિડીયો પણ બનાવીને જવાબદારો વિશે ખુલાસો કર્યો છે.
સુરતમાં બિલ્ડર અશ્વીન ચોવટીયાએ આજે અમદાવાદમાં ઝેરી દવા પી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જયાં તેમની હાલત સ્થિર ગણાવવામાં આવી રહી છે તેમને આપઘાતના પ્રયાસ પુર્વે એક વિડીયો બનાવ્યો હતો અને તેમાં એવો ઉલ્લેખ છે કે નમારી પર જે વીત્યુ છે તેની શ્યુસાઈડ નોટ મે બનાવી છેથ ઉપરાંત કોર્ટ રેકોર્ડ પણ રાખ્યા છે. ઓફિસના કોમ્પ્યુટરમાં સંપૂર્ણ વિગતો છે.વિડીયોમાં તેણે તેમ કહ્યું છે કે દોઢેક વર્ષથી આર્થિક મુશ્કેલી હતી અને એટલે આપઘાતનો વિચાર કરતો હતો
પરંતુ પત્નીને અંદાજ આવી ગયો હોય તેમ પોતાને એકલો મુકતી નથી છેવટે આજે મોકો મળતા ઝેરી દવા પીવુ છું. દોઢ વર્ષથી પરેશાની છે. જો કે કોનાથી પરેશાન છે તે વિશે વિડીયોમાં કોઈ ફોડ પાડયો નથી. માનસિક ત્રાસનો ઉલ્લેખ કરવા ઉપરાંત એમ પણ કહ્યું છે કે મારી સાથે જે લોકોએ ખોટુ કર્યુ છે તે છટકવા ન જોઈએ અને ગુન્હેગારોને સજા થાય તે માટે પોલીસ સ્ટેશન તથા ગૃહમંત્રી સુધી વાત પહોંચાડવામાં આવે.