જેટલી સુવિધા એટલી દુવિધા: રસોઈ ગેસ સ્વાસ્થ્ય માટે હાનિકારક

06 March 2023 09:40 AM
Health India World
  • જેટલી સુવિધા એટલી દુવિધા: રસોઈ ગેસ સ્વાસ્થ્ય માટે હાનિકારક

◙ ઓસ્ટ્રેલિયાના સંશોધકોનો ચોંકાવનારો ખુલાસો

◙ રસોઈ ગેસમાંથી નીકળતો મિથેન કે પ્રોપેન ગેસ સળગવાથી વાતાવરણમાં ઝેરી તત્વો ભળે છે

મેલબોર્ન (ઓસ્ટ્રેલિયા), તા.6
રસોઈ ગેસ રસોઈ કરવા માટે જેટલો સુવિધાજનક છે એટલો જ સ્વાસ્થ્ય માટે દુવિધાજનક છે. ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ યુનિવર્સિટીમાં થયેલા એક અભ્યાસમાં આ ચોંકાવનારી વિગત બહાર આવી છે. સંશોધકોએ જણાવ્યું છે કે, હવે એલપીજીનો વિકલ્પ શોધવાનો સમય આવી ગયો છે. એવા પણ પુરાવા બહાર આવ્યા છે કે રસોઈ કરવાની આ રીત સારી નથી અને પર્યાવરણ માટે પણ હાનિકારક છે.

અધ્યયનની લેખક પ્રોફેસર ડોના ગ્રીન કહે છે કે, જયારે આપ ગેસ સળગાવો છો ત્યારે આપ મિથેન ગેસ જલાવો છો, જેનાથી ઝેરીલા સંયોજન બને છે. રસોઈ ગેસમાં મિથેન ગેસ મુખ્ય અવયવ છે, જે જલવાથી ઉષ્મા અર્થાત ગરમી પેદા થાય છે. તેમાં નાઈટ્રોજન અને ઓકસીજન ભળીને નાઈટ્રો ઓકસાઈડ બનાવે છે.

પ્રો. ગ્રીન કહે છે આથી દમ અને અન્ય શ્વાસ સંબંધી બિમારી પેદા થાય છે. ડો. કોવી કહે છે જયારે આપ ગેસ સળગાવો છો ત્યારે આપ જિયાશ્મ ઈંધણ જ સળગાવો છો. જેથી હવામાં કાર્બન મોનોકસાઈડના ઉત્સર્જનથી હવામાં ઓકસીજન ઘટે છે તેથી લોહીમાં પણ ઓકસીજન નષ્ટ થાય છે, જેથી આપને માથામાં દર્દ અને ચકકર આવવા જેવી સમસ્યા પેદા થાય છે.

ભારતમાં પરિસ્થિતિ
ભારત દુનિયાનો બીજો સૌથી વધુ એલપીજીનો ગ્રાહક છે. અહીં 2021 સુધીમાં લગભગ 28 કરોડ એલપીજી કનેકશન છે, જેમાં દર વર્ષે 15 ટકાનો વધારો થાય છે. ભારતમાં એલપીજીમાં પ્રોપેન ગેસનો ઉપયોગ થાય છે, જે સળગવાથી ખતરનાક બેન્ઝીન ગેસ નીકળે છે.

આ વિકલ્પ અપનાવો
રસોઈ ગેસના જોખમથી બચવા ઘરમાં, રસોઈ ઘરમાં સારું વેન્ટીલેશન (હવાનું આવન જાવન) જરૂરી છે. ચીમની કે એગ્ઝોસ્ટ ફેનનો રસોઈ ઘરમાં ઉપયોગ કરી શકાય. ઈન્ડકશન ચુલા કે ઈલેકટ્રીક સગડીનો ઉપયોગ વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકાય.


Related News

Advertisement
Advertisement
Advertisement