દિલ્હી, તા. 7
સતત ઉધરસ અથવા ક્યારેક તાવની સમસ્યાનું મુખ્ય કારણ ઈન્ફલ્યુએન્ઝા-એના H3N2 પેટા પ્રકાર છે. છેલ્લા બે-ત્રણ મહિનાથી દેશમાં આ સમસ્યા યથાવત છે.કોરોનાના જીવલેણ સંક્રમણ બાદ હવે દેશભરમાં ફ્લૂના નવા કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. આ ફ્લૂ H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસ છે, હવે AIIખજના ભૂતપૂર્વ ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ તેના વિશે ચેતવણી આપી છે.
ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે આ વાયરસ ટીપાં દ્વારા ફેલાય છે. તેમણે કહ્યું કે હાલમાં આ ફ્લૂના કેસ વધી રહ્યા છે. તેના લક્ષણો છે તાવ, ગળામાં દુખાવો, શરીરમાં દુખાવો અને નાકમાં પાણી આવવું. તે ઈન્ફલ્યુએન્ઝા વાયરસનો એક પ્રકાર છે. ડો. ગુલેરિયાએ કહ્યું કે મને નથી લાગતું કે આ અંગે ચિંતા કરવાની બહુ જરૂર છે કારણ કે આના કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા વધારે નથી. આ વાઈરલ દર વર્ષે કંઈક બદલાય છે.
સતત ઉધરસ અથવા ક્યારેક ક્યારેક તાવની સમસ્યાનું મુખ્ય કારણ ઈન્ફલ્યુએન્ઝા-A ના H3N2 પેટા પ્રકાર છે. છેલ્લા બે-ત્રણ મહિનાથી દેશમાં આ સમસ્યા યથાવત છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના નિષ્ણાતોએ આ માટે ઈન્ફલ્યુએન્ઝા-અના પેટા પ્રકાર HN2ને જવાબદાર ગણાવ્યું છે. ICMR કહે છે કે H3N2 છેલ્લા બે-ત્રણ મહિનાથી મોટા પ્રમાણમાં લોકોના સ્વાસ્થ્ય માટે ખતરો છે. અન્ય પેટાપ્રકારોની તુલનામાં, તેનાથી પ્રભાવિત વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. આ ઇન્ફેક્શન થી બચવા જાહેરમાં માસ્ક પહેરવું ,નિયમિતપણે હાથ ધોવા અને જાહેરમાં હાથ મિલાવવાનું અને થૂંકવાનું ટાળો, પ્રદૂષિત સ્થળોએ જવાનું ટાળો,પુષ્કળ પ્રવાહી પીવો,શરીરમાં ફદુખાવો કે તાવ આવે તો પેરાસીટામોલ લેવી