ક્રિકેટ, ફૂટબોલ બાદ હવે યોગ કરતા યુવાનનું મોત: સુરતની વધુ એક કરૂણ ઘટના

09 March 2023 04:00 PM
Surat Gujarat
  • ક્રિકેટ, ફૂટબોલ બાદ હવે યોગ કરતા યુવાનનું મોત: સુરતની વધુ એક કરૂણ ઘટના

યોગ સમયે; યુવાન ઢળી પડયો: હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર

રાજકોટ તા.9
રાજયમાં યુવાનોમાં હાર્ટ એટેક આવવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે પરી એક વખત સુરતમાં યુવાનનું હાર્ટ એટેકથી મોત થયાનું નોંધાયું છે. જેમાં યોગ કરતી વખતે યુવાનને તીવ્ર એટેક આવતા મોત થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત રાજકોટમાં અગાઉ ફૂટબોલ, ક્રિકેટ રમતા યુવાનોના મોત નોંધાયા બાદ વધુ એક યુવાનનું યોગ કરતી વખતે ઢળી પડતા મોત નિપજયું છે.

બનાવની વિગત મુજબ સુરત શહેરના કિરણ ચોક નજીક હરે કૃષ્ણ પાર્ટી પ્લોટમાં લોકો યોગ કરી રહ્યા હતા તે દરમિયાન એક 44 વર્ષીય મુકેશભાઈ મેંદપરાને અચાનક પેટમાં બળતરા-એસીડીટી થતી હોવાની સમસ્યા થઈ હતી. તેમણે થોડો સમય વિશ્રામ લીધા બાદ ફરીતી યોગ શરૂ કરતા ઢળી પડતા તેને તાત્કાલીક નજીકની હોસ્પીટલમાં લઈ જવાતા ફરજ પરના તબીબે મુકેશભાઈને મૃત જાહેર કર્યા હતા.

બનાવ અંગે પોલીસને જાણ કરતા લાશને પીએમમાં મોકલી હતી. સુરત, રાજકોટમાં ક્રિકેટ રમતી વખતે યુવાનના મોત થયાના બનાવો પ્રકાશમાં આવ્યા છે જેમાં હવે યોગ કરતા યુવાનનું હાર્ટ એટેકથી મોત થયાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement