દેહરાદૂન, તા.11 : યાત્રાળુઓ બસો દ્વારા અને પગપાળા ધામ પહોંચતા હતા. સમય બચાવવા માટે તરત જ લાઇનમાં ઉભા રહી જતાં. જેના કારણે અનેક યાત્રાળુઓને મુશ્કેલી પડતી હતી. મંદિર પરિસરમાં દર્શન માટે ટોકન સિસ્ટમ લાગુ કરવાની ઘણા વર્ષોથી માંગ કરવામાં આવી હતી. ત્યારે હવે પ્રવાસન વિકાસ પરિષદે તેને અમલમાં લાવવાની કવાયત શરૂ કરી છે.
ચાર ધામ યાત્રા દરમિયાન યાત્રિકોએ દર્શન માટે લાઈનમાં ઊભા રહેવું નહીં પડે. ઉત્તરાખંડ પ્રવાસન વિકાસ પરિષદ દર્શન માટે ટોકન જારી કરશે. આ ટોક્ધસ એક કલાકના સ્લોટ પર આપવામાં આવશે, જે ચાર કલાક માટે માન્ય રહેશે. ચારધામ યાત્રા દરમિયાન યાત્રિકોએ દર્શન માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે. પહેલા યાત્રાળુઓ બસો દ્વારા અને પગપાળા ધામ પહોંચતા હતા. સમય બચાવવા માટે તરત જ લાઇનમાં ઉભા રહી જતાં હતાં . જેના કારણે અનેક યાત્રાળુઓને મુશ્કેલી પડતી હતી. વૃદ્ધ યાત્રાળુઓને સૌથી વધુ તકલીફ પડતી હતી. દર્શન માટે કલાકો સુધી લાઇનમાં રાહ જોયા બાદ નંબર આવતો હતો.
આ ટોક્ધસ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના મંદિરોના પ્રવેશદ્વાર પર પ્રવાસન વિકાસ પરિષદ દ્વારા આપવામાં આવશે. ઉત્તરાખંડ ટુરિઝમ ડેવલપમેન્ટ કાઉન્સિલ ડેપ્યુટી ડાયરેક્ટર,યોગેન્દ્ર ગંગવાર જણાવે છે કે ચારધામ યાત્રિકોની સુવિધા માટે મંદિરોના પ્રવેશદ્વાર પર દર્શન માટે ટોકન આપવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સિસ્ટમ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રીમાં લાગુ થશે. ટોકન મળ્યા બાદ યાત્રિકો ચાર કલાકમાં દર્શન કરી શકશે. આ સાથે, તમારે લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી.