સુરત:
નવસારી જિલ્લાના વાંસદા પાસેના ગામમાં એક પરિવારની સામુહિક આત્મહત્યાની ઘટનાએ સૌને સ્તબ્ધ કરી દીધા છે. વાંસદા તાલુકાના રવાણિયા ગામમાં દંપતીએ પ્રેમપ્રકરણમાં પોતાના જ બે બાળકોની હત્યા કરીને પોતે પણ આત્મહત્યા કરફી લીધી હતી.
નવસારી જિલ્લા પોલીસના કહેવા પ્રમાણે વાંસદા તાલુકાના રવાણિયા ગામના બોરીફળિયામાં રહેતા 39 વર્ષના યુવાન ચુનીલાલ જત્તર ગાવિતના લગ્ન નવ વર્ષ અગાઉ તનુજા સાથે થયા હતા. નવ વર્ષના લગ્ન સાથે થયા હતા. નવ વર્ષના લગ્ન જીવનમાં દરમિયાન દંપતિને ફુલ જેવા બે બાળકો હતા. ચુનીલાલ દમણમાં યુનિબેઝ નામની કંપનીમાં નોકરી કરતો હતો.
કંપનીમાં તેની સાથે કામ કરતી આહવાની યુવતી કામિની (નામ બદલ્યું છે) સાથે તેને પ્રેમ સંબંધ બંધાયો હતો. તેની સાથે ઘર સંસાર માંડવા સુધી વાત પહોંચી ગઈ હતી. ચુનીલાલે તેના ઘરે આ વાત કરી હતી. બે દિવસ પહેલા 10 માર્ચના રોજ ચુનીલાલ કામિનીને ઘરે લઈ આવ્યો હતો અને કહ્યું કે, હું કામિનીને બીજી પત્ની તરીકે રાખવાનો છું. સ્તબ્ધ થઈ ગયેલા ચુનીલાલના પરિવારમાં તેના પિતાએ તેને બે દિવસ થોભી જા આપણે વાતચીત કરીને પછી નકકી કરીશું તેમ કહીને આ મામલા ઉપર અર્ધવિરામ મૂકયું હતું.
ચુનીલાલે એકાએક આ ઘટસ્ફોટ કરતાં પરિવાર ચોકી ઉઠયો હતો. બે દિવસ પછી અંતિમ ફેંસલો કરવાનો હતો. બીજી તરફ ચુનીલાલે કામિનીના પિતા સાથે આ બાબતની વાતચીત કરી હતી પરંતુ તેઓ ચુનીલાલના પિતાના ઘરે આવ્યા ન હતા. એટલે તે કામિનીને બે દિવસ માટે તેના બેન-બનેવીને ત્યાં વાંસદા મુકી આવ્યો હતો.
ચુનીલાલને કામિની સાથે પ્રેમસંબંધ હોય અને તે બીજી પત્ની તરીકે લાવવાનો હોવાના મુદે ચુનીલાલ અને તેની પત્ની તનુજા વચ્ચે મનદુ:ખ ચાલતું હતું. આ સ્થિતિમાં ચુનીલાલને કોઈ રસ્તો નહીં સૂઝતા તેની પત્ની સાથે આ દુનિયા જ છોડી દેવાનો પ્લાન કર્યો હતો અને તે પહેલાં બંને બાળકોને પણ મારી નાંખવાનું નકકી કર્યું હતું.