માધવપુરમાં બાઈક સવારનું અકસ્માતે મોત

13 March 2023 12:26 PM
Porbandar
  • માધવપુરમાં બાઈક સવારનું અકસ્માતે મોત

(કેશુભાઈ માવદીયા) માધવપુર તા.13 : માધવપુર ઘેડ ગામે પોરબંદર-સોમનાથ હાઈવે માર્ગમાં મેળા જાપા પાસે બાઈક નં. જીજે 3બીકયુ 146ના ચાલક મનીષભાઈ લલીતભાઈ ચૌહાણ રે. રાજકોટનું અકસ્માતમાં મોત થયું હતું. આ વિસ્તારમાં સ્પીડ બ્રેકર મુકવામાં નહીં આવતા છાશવારે અકસ્માત સર્જાતા વાહન ચાલકો મોતને ભેંટી રહ્યા છે. સ્પીડ બ્રેકર મુકવા માંગણી ઉઠી છે.


Advertisement
Advertisement
Advertisement