♦ દિલ્હી એરપોર્ટમાં લાંબી લાઈનથી યાત્રીઓ ત્રણ-ત્રણ કલાક ફસાયા: પ્રવાસીઓમાં નારાજગી
નવી દિલ્હી, તા.16
દિલ્હી અને મુંબઈ સહીત દેશનાં વિભિન્ન એરપોર્ટ પર યાત્રીઓની વધતી જતી ભીડ અને લાઈનોને લઈને સંસદીય સમિતિએ ચિંતા વ્યકત કરી છે. સંસદમાં રાખવામાં આવેલા રીપોર્ટમાં કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રાલયને કહેવામાં આવ્યુ છે કે, ટર્મીનલના વિસ્તાર પર જોર દેવામાં આવે.
સાથે સાથે ચેક-ઈન કાઉન્ટર અને સુરક્ષા તપાસ દ્વારા પણ વધારવામાં આવવા-જવામાં મુશ્કેલી ન પડે. પરિવહન પર્યટન અને સંસ્કૃતિ પર બનેલી સંસદીય સ્થાયી સમિતિના રિપોર્ટમાં દિલ્હી અને મુંબઈ સહીત વિભિન્ન વિમાન મથકો પર યાત્રીઓની ભીડથી પેદા થયેલી હાલતનું મુલ્યાકન કરવામાં આવ્યુ છે. આ હાલતનું મુખ્ય કારણ વિમાન મથકોની સમિતિ ક્ષમતા દર્શાવાઈ છે. આ ખરાબ પ્લાનીંગનાં કારણે થયુ છે. મંત્રાલયને જરૂરી ગાઈડલાઈન જાહેર કરવાનું કહેવામાં આવ્યું છે.
મંત્રાલયે બધા એરપોર્ટોને ભલામણ કરી છે કે બદા એરપોર્ટ ઓપરેટરોએ બોર્ડીંગ ગેટ માટે વૈકલ્પીક માર્ગ ઓળખના નિર્દેશ આપે. ઉપરાંત વરિષ્ઠ નાગરીકો અને ચાલવામાં અક્ષમ લોકો માટે દરેક સમયે ખાસ વ્યવસ્થા કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીનાં ઈન્દીરા ગાંધી આંતર રાષ્ટ્રીય વિમાન મથકે બુધવારે યાત્રીઓની લાંબી લાઈન હતી. સુરક્ષા તપાસમાં પસાર થવામા ત્રણ કલાક યાત્રીઓને લાગ્યા હતા. યાત્રીઓએ પોતાના અનુભવ સોશ્યલ મીડીયા પર શેર કર્યા હતા. એક યાત્રીએ આશ્ચર્ય વ્યકત કરીને પૂછયુ હતું કે આને સર્વશ્રેષ્ઠનો એવોર્ડ કોણ આપે છે?